________________
९००
श्री मल्लिनाथ चरित्र रसद्विरसवादित्रमानीतः सचिवान्तिकम् । दृश्यमानो जनैः पौरेः, पूर्णबाष्पविलोचनः ॥५२२।। यावत् क्षिपन्ति तत्राऽग्नौ, हव्यवत् सूत्रभृद्वरम् । तावद् दृष्टो महीपालनन्दनो व्योम्नि सप्रियः ॥५२३।। समुत्तीर्णस्ततो व्योम्नस्तुरगाद् नृपनन्दनः । पौरैरानन्दितो राजा, पुत्रागमनशंसिभिः ॥५२४।। प्रवेशितो महीपेन, सूनुः सूत्रभृता सह ।। रसत्सुस्वरवादित्रं, महोत्सवपुरस्सरम् ॥५२५।। देशानथ ददौ राजा, लोहसूत्रकृतॊर्द्वयोः । प्रसादिता महीपाला, न भवन्ति निरर्थकाः ॥५२६॥
આંસુઓથી જેના લોચન ભરાઈ ગયા છે તેવા સુથારને ચિતાની પાસે લાવવામાં આવ્યો. (પર૨).
ત્યાં બલિદાનની જેમ તે સુથારને જેટલામાં અગ્નિમાં નાંખે છે તેવામાં પ્રિયાસહિત આવતો રાજકુમાર આકાશમાં જોવામાં આવ્યો. (પર૩)
તરત જ તે આકાશથી નીચે આવી અશ્વપરથી ત્યાં જ ઉતર્યો. એટલે નગરવાસીઓએ પુત્રાગમનની રાજાને વધામણી આપી. (પ૨૪)
પછી તે સુથારસહિત પોતાના કુમારને રાજાએ સુસ્વર વાજીંત્રોના નાદ તથા મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. (પરપ)
અને તે લુહાર તથા સુથારને રાજાએ કેટલાક દેશ બક્ષીસ કર્યા. પ્રસન્ન કરવામાં આવેલા રાજાઓ નિરર્થક થતા નથી,