________________
અષ્ટમ: સર્વાં:
इत्यादिलोकसंलापान्, शृण्वानो नृपनन्दनः । मालिकागारसामीप्यमगाद् राजभटावृतः ॥ ४८१॥
ममान्वये समायातां, मालिकागारवासिनीम् । कुलदेवो नमश्चक्रे, युष्मत्पादप्रसादतः ॥४८२ ॥ आमेत्युक्ते भटौघेन, प्रविश्य मालिकालयम् । शरीरं रसवेदीव, पुनः सज्जं हयं व्यधात् ॥ ४८३॥
पश्यतां राजलोकानां, कामं विस्मेरचक्षुषाम् । ઉત્તપાત પતત્રીવ, ય: હ્રાઇવિનિમિતઃ ॥૪૮૪શા
८९१
રાજાએ તે ગુપ્ત ન રાખતાં જાહેર શા માટે કર્યું ? કેમ કે દક્ષલોકો પોતાના ઘરના દુશ્ચરિત્રની સંભાળ રાખે છે અને જાણવામાં આવે તો તેને ગોપવે છે પણ જાહેર કરતા નથી.” (૪૮૦)
ઇત્યાદિ લોકોની વાતો સાંભળતો અને રાજસુભટોથી ઘેરાયેલો રાજપુત્ર પેલા માળીના ઘર આગળ આવ્યો. (૪૮૧)
એટલે રાજસુભટોને કહ્યું કે, “જો તમારી રજા હોય તો મારા કુળમાં પરંપરાથી સેવાયેલી અને આ માળીના ઘરમાં વસનારી મારી કુળદેવીને હું નમસ્કાર કરી આવું.” (૪૮૨)
સુભટોએ રજા આપી એટલે તે માળીના ઘરમાં જઈ શ૨ી૨ને રસવેદી સજ્જ કરે તેમ તેણે પેલા અશ્વને સજ્જ કર્યો (૪૮૩)
અને અત્યંત વિસ્મિત નયનથી તે રાસુભટાદિકના દેખતાં કાષ્ઠના અશ્વ ઉપર બેસી એક પક્ષીની જેમ તે આકાશમાં ઊડ્યો. (૪૮૪)
પછી વેગથી તે કુમારીનાં આવાસમાં જઈ જાણે ચિરકાળના ભ્રમણથી થાકી ગયો હોય તેમ તે કુત્રિમ અશ્વ નીચે ઉતર્યો (૪૮૫)