________________
८४२
श्री मल्लिनाथ चरित्र पुरे क्षितिप्रतिष्ठाख्ये, महीमण्डलमण्डने । यज्ञदत्तो द्विजः क्रोधी, प्रतिघो मूर्तिमानिव ।।२४५।। सोऽनिन्दत् पण्डितंमन्यो, जिननायकशासनम् । जृम्भते स्वल्पबुद्धीनामात्मनीना न हि क्रिया ॥२४६।। तस्य निन्दामसहिष्णुः, सहिष्णुरपि तत्क्षणात् । गुरुणा प्रतिषिद्धोऽपि, चेल्लकः कोऽपि बुद्धिमान् ॥२४७।। वादायाऽऽह्वाययामास, यज्ञदत्तं द्विजं मुदा । यतः परबले दृष्टे, नहि स्थातुमलं भटाः ॥२४८॥ युग्मम् जेष्यते येन यस्तस्य, सोऽन्तेवासी भविष्यति । तयोविवदतोरेषा, प्रतिज्ञाऽभून्महीयसी ॥२४९॥
મહામંડળના મંડનરૂપ ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં સાક્ષાત્ ક્રોધ હોય એવો યજ્ઞદત્ત નામે એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો. (૨૪૫)
પોતાને પંડિત માનતો તે બ્રાહ્મણ નિરંતર જિનશાસનની નિંદા કરતો હતો. “સ્વલ્પમતિવાળા લોકોથી થતી ક્રિયા પ્રવૃત્તિ તેને હિતકારક થતી નથી. (૨૪૬)
એકવાર સહનશીલ છતાં પણ તેની નિંદાને સહન નહીં કરી શકવાથી ગુરુમહારાજ દ્વારા અટકાયેલ પણ બુદ્ધિશાળી નાનો સાધુએ તે બ્રાહ્મણને વાદ કરવા બોલાવ્યો. કારણ કે “પારકું લશ્કર નજરે પડતાં સુભટો સ્થિર રહી શકતા નથી.” (૨૪૭૨૪૮).
પછી વિવાદની શરૂઆતમાં તે બંને જણાએ આકરી પ્રતિજ્ઞા કરી કે, “જે જેનાથી જીતાય તે તેનો શિષ્ય થાય.” (૨૪૯)