________________
८६०
श्री मल्लिनाथ चरित्र ध्यात्वेति कोपनः सूरिः, कम्पमानकराधरः । तैर्भस्माऽऽनाययद् वेगात्, तेषां क्षेप्तुमिवानने ॥३३०॥ वीक्षामहे करोत्येष, किमिदानी मुनीश्वरः ? । भस्मोपनिन्यिरे तेऽपि, विचिन्त्येति कुतूहलात् ॥३३१।। लुलुञ्च तत् शिरस्तूर्णं, विधृत्योरुद्वयेन सः । गुरो ! मा लुञ्च मुञ्चैनं, तेषामारटतामिति ॥३३२॥ अचिन्तयद् नवोढोऽथ, लुञ्चितोऽहं यथा तथा । इदानीं गर्हिताऽत्यन्तमीदृक्षस्य गृहस्थता ॥३३३॥ हास्येनाऽपि मया प्राप्तं, श्रामण्यं भवतारकम् । इदानीं भावतस्तावत्, प्रपद्येऽर्हनिवेदितम् ॥३३४॥
“તે સાંભળી આચાર્યે ચિંતવ્યું કે, આ મૂર્ખ લોકો મારી સાથે શા માટે હાસ્ય કરે છે ? માટે કેશલોચના બાનાથી હું એમને એનું ફળ બતાવું (૩૩૦)
આમ વિચારી કોપથી હાથ અને અધરને કંપાવતા તેમણે તેના મુખમાં નાંખવા માટે જ હોય તેમ તેમની પાસે ભસ્મ મંગાવી. (૩૩૧)
એટલે મહાત્મા શું કરે છે તે તો જોઈએ.” એમ ધારી કૌતુકથી તેઓ ભસ્મ લઈ આવ્યા. (૩૩૨)
પછી પેલા યુવકને પોતાના બે સાથળમાં પકડી “હે ગુરો ! એનો લોચ ન કરો એને મૂકી દો.” એમ તે મિત્રો બોલતા હતાં. તો પણ ગુરૂએ તુરત જ તેનું મસ્તક લુચિત કરી નાંખ્યું. (૩૩૩)
એટલે તે નવોઢ (તરતમાં પરણેલ) શેઠનો પુત્ર વિચારવા લાગ્યો કે, “ગમે તે રીતે પણ હું લુચિત તો થયો, હવે આવી