________________
BY: :
८७१ आदरः परदारेषु, स्वदाराणां विवर्जनम् । મવેત્ પિપતિષ: પુલો, નર નર ! વર્તમ્ રૂ૮રા गोत्राचारपरीहारः, प्राणानां संशयागमः । साधुवादपरिभ्रंशः, परस्त्रीगमनाद् ध्रुवम् ॥३८३॥ एतद्वाक्यश्रुते राजपुत्रो वैराग्यमागतः । विरक्तः परदारेषु, निषेधं प्रत्यपद्यत ॥३८४।। प्रणिपत्य पुनः सूरेः, पादाम्भोजं नृपाङ्गजः । निवर्तमानश्चाऽद्राक्षीत्कलहं योषितां पथि ॥३८५।। किं वृथा कलहायेथे, रोषोत्कर्षाद् मुहुर्मुहुः ? । इति पृष्टा कुमारेण, चैका तन्मध्यतोऽवदत् ॥३८६।।
સ્વદારાનો ત્યાગ કરી પરદારામાં આદર કરનારા (પરસ્ત્રી લંપટ) પુરુષો કેવળ પોતાના આત્માને નરકમાં પાડવાનું જ કરે છે. (૩૮૨).
પરસ્ત્રીગમન કરવાથી કુલાચારનો ત્યાગ કરવો પડે છે. પ્રાણી સંશયમાં આવી પડે છે અને સત્યતાનો પરિભ્રંશ થાય છે. (૩૮૩)
આ પ્રમાણેની દેશના સાંભળી તે રાજપુત્ર વૈરાગ્ય પામ્યો અને પરદારાથી વિરક્ત બની પરસ્ત્રીગમન નિષેધનો તેણે સ્વીકાર કર્યો (૩૮૪)
પછી આચાર્ય મહારાજના ચરણકમળને વંદન કરી પાછાં ફરતા રસ્તામાં કેટલીક સ્ત્રીઓ કલહ કરતી રાજકુમારે જોઈ (૩૮૫)
એટલે તેણે પૂછ્યું, “વારંવાર રોપાયમાન થઈ તમો શા માટે કલહ કરો છો ? એટલે તેમાંથી એક સ્ત્રી બોલી કે, (૩૮૬)