________________
८८२
इदं रत्नपुरं नाम्ना वरप्राकारमण्डितम् । अस्ति श्रीसुव्रतस्वामिश्रावको विजयी नृपः ॥४३७॥
श्री मल्लिनाथ चरित्र
विस्तीर्णचारुसौवर्णतुङ्गतोरणसुन्दरम् । तेनेदं भूभुजाऽकारि, चैत्यं कुलगृहं श्रियः || ४३८ ॥
तस्येयं कन्यका देव !, जयमालासमुद्भवा । सर्वलक्षणसम्पूर्णा, नाम्ना भुवनमञ्जरी ||४३९ ||
',
विलोक्य यौवनोद्याने, कुमारो करिणीमिव । विजयी तद्विवाहार्थमैक्षिष्ट नृपकुञ्जरम् ||४४०||
कुमारान्वेषणं श्रुत्वा, कुमारी निजचेतसि । अथेत्थं चिन्तयामास, विवाहो मे समागतः || ४४१॥
શ્રીમુનિસુવ્રત સ્વામીનો શ્રાવક વિજયી નામે રાજા છે. (૪૩૭)
એ રાજાએ વિસ્તીર્ણ અને ઉંચા સુવર્ણતોરણોથી મનોહર તથા લક્ષ્મીના કુલગૃહરૂપ આ ચૈત્ય બંધાવ્યું છે. (૪૩૮)
હે દેવ ! તે રાજાની રાણીથી ઉત્પન્ન થયેલ અને સર્વલક્ષણ સંપૂર્ણ ભુવનમંજરી નામે આ કન્યા છે. (૪૩૯)
એકવાર હાથણીની જેમ કુમારીને યૌવન ઉદ્યાનને પ્રાપ્ત થયેલી જોઈ વિજયી રાજા તેના વિવાહ માટે કોઈ સારા રાજાની શોધ કરવા લાગ્યો. (૪૪૦)
પોતાને માટે કુમારની શોધ થતી સાંભળી કુમારીએ પોતાના મનમાં વિચાર કર્યો કે, “મારો વિવાહ થવાનું હવે નજીક આવ્યું છે. (૪૪૧)
પણ માનવ છતાં પોતાની શક્તિથી જે આકાશગામી થયેલ