________________
८७३
મ9-: Hi:
मत्पतिश्चन्द्रदेवाख्यो, लोहकारशिरोमणिः । विज्ञानवल्लरीजालप्रावृट्कालसमः प्रभो ! ॥३९२॥ स चेल्लोहमयं मीनं, विधत्ते राजशासनात् । उत्प्लुत्य व्योमयानेन, स याति मकराकरम् ॥३९३।। गिलित्वा गलरन्ध्रेण, तन्मध्यान् मौक्तिकावलीः । पुनरायाति संस्थानं, स्वकीयं लोहजस्तिभिः ॥३९४।। मुखमर्कटिकां दत्वा, श्रुत्वेति तद्गिरः पुरः । आह स रथकृत्पत्नी, तालकावादनान्वितम् ॥३९५।। विज्ञानेनाऽमुना लोके, न हि किञ्चन लभ्यते । मन्ये तदेव विज्ञानं, यत्पत्यौ मे विजृम्भते ॥३९६।।
એટલે તે બોલી કે, “હે રાજન ! મારો પતિ લોહકારોમાં મુખ્ય અને વિજ્ઞાનરૂપ લતાઓને વર્ષાકાળ સમાન છે. (૩૯૨)
જો તે રાજાના આદેશથી મત્સ્ય બનાવે તો તે આકાશમાર્ગે ઊડીને મહાસાગરમાં જઈ શકે છે. (૩૯૩)
અને ત્યાં ગલરન્ધદ્વારા એ મોતીઓ ગળીને તે લોહનું માછલું ફરી પોતાના સ્થાને આવે છે.” (૩૯૪)
આ પ્રમાણે તેના વચન સાંભળી જરા મુખ મરડી તાળી વગાડીને પેલી રથકારની પત્ની વચમાં બોલી ઊઠી કે, (૩૯૫)
એ વિજ્ઞાનથી લોકમાં કાંઈ પ્રશંસા પ્રાપ્ત ન થાય અને લોકોને ખબર પણ ન પડે. તેથી મારે તો તે જ વિજ્ઞાન માન્ય છે કે જે મારા પતિમાં વિદ્યમાન છે. (૩૯૬).
આ પ્રમાણે સાંભળી તે રાજપુત્રે તેને કહ્યું કે, “હે સુલોચન !