________________
८६७
અષ્ટમ: સઃ साधवस्तत्यजुर्मां ते, क्रोधापस्मारदूषितम् । एकक्रोधावकाशेऽपि, निष्प्रकाशमभूत् परम् ॥३६४॥ अन्तःक्षमावतां वासे, वसन्नपि निरन्तरम् । अक्षम्यदं यतोऽम्वुस्थः कुलीरस्तरणे पदुः ॥३६५।। एवं सुतीव्र-संवेग-वह्निना कर्मपादपम् । दहतः केवल ज्योतिरुद्भिन्नं पापघातकम् ॥३६६।। भूयोऽप्यसौ परीवार सम्पदा समयुज्यत । श्रीचण्डरुद्र आचार्यः, शिष्यकेवलिना सह ॥३६७।।
મેં સચ્ચારિત્રનું કથન કર્યું, સિદ્ધાંતની વાચનાઓ આપી પણ મેં સાધુને ઉચિત ક્ષમા તો ધારણ ન જ કરી. (૩૬૪)
તે કારણ માટે સાધુઓએ પણ ક્રોધરૂપી અપસ્મારના દોષથી દૂષિત એવા મને તજી દીધો. કેમ કે એક ક્રોધને અવકાશ આપવાથી બીજાઓનો અવકાશ મારા અંતરમાં રહી શક્યો નહીં. (૩૬૫)
વળી સદેવ સાધુઓના સમુદાયમાં રહેવા છતાં પણ હું ક્રોધી જ રહ્યો. “કેમ કે પાણીનો કાચબો પાણીમાં રહીને કરવામાં જ કુશળ હોય છે.” આ પ્રમાણે અતિતીવ્ર સંવેગરૂપ અગ્નિવડે કર્મરૂપ વૃક્ષોને બાળી નાંખવાથી તે મહાત્માને ઘાતકર્મનો ક્ષય થતાં નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.(૩૬૬).
એટલે પોતાના કેવળી થયેલા નૂતન શિષ્ય સાથે શ્રી ચંડરૂદ્ર આચાર્ય ફરી પોતાના પરિવારમાં આવ્યા અને પરિવારની સંપદાથી પરિવૃત્ત થયા. (૩૬૭)
પછી ભવ્યજીવોને પ્રતિબોધ પમાડવામાં તત્પર તે ગુરુ-શિષ્ય