________________
८४०
श्री मल्लिनाथ चरित्र उवाच जगतां नाथो, मोहपङ्कमहाप्लवः । राजन् ! राजीवनेत्राया, मरणाद् दुःखमाप्तवान् ॥२३५।। अनित्यं सर्वमप्येतत्, पयः पूर्णामकुम्भवत् । तस्मिन् ममत्वमुच्चैर्यतद् मोहस्य विजृम्भितम् ॥२३६॥ जीवाः सर्वे सुतत्वेन, भार्यात्वेनाऽपि जज्ञिरे । सबन्धः किं स कोऽप्यस्ति, स्पृष्टः कर्मवशैर्न यः ? ॥२३७।। यस्यैव हर्षकार्याणि, क्रियन्ते स्नेहगर्भितैः । तस्यैव प्रेतकर्माणि, तन्वन्ते शोकसंकुलैः ॥२३८॥ अनित्यताकृतमतिः, शुष्कमाल्यो न शोचति । नित्यताकृतबुद्धिस्तु, भग्नभाण्डोऽपि रोदिति ॥२३९।। છે. (૩૫)
પણ પાણીથી ભરેલા કાચાકુંભની જેમ આ સંસારમાં બધુ અનિત્ય છે. તેમાં જે મમત્વ રાખવો એ મહામોહની ચેષ્ટા છે. (૨૩૬)
સર્વજીવો આ જીવને પુત્રપણે અને સ્ત્રીપણે સંબંધમાં આવ્યા છે. એવો કોઈપણ સંબંધ નથી કે જેનો કર્મવશજીવોએ સ્પર્શ કર્યો ન હોય ? (૨૩૭)
સ્નેહમાં મગ્ન બની જેના હર્ષદાયી લગ્નાદિ હર્ષકાર્યો કરવામાં આવે છે. શોકાતુર થઈ તેના જ પ્રેતકાર્યો કરવા પડે છે. (૨૩૮)
જે પ્રાણી આ સંસારની અનિત્યતાને બરાબર સમજે છે તે કિંમતી પુષ્પમાળા શુષ્ક થવા છતાં શોક કરતો નથી. અને જે સર્વ પદાર્થોમાં નિત્યતા માની બેઠા છે તે એક માટીનું વાસણ ભાંગી જતાં પણ રૂદન કરવા બેસે છે.” (૨૩૯).