________________
श्री मल्लिनाथ चरित्र
७९४
अथाह भूपतिः स्वामिन्!, परलोकोऽस्ति चेत् क्वचित् । आसीद् धर्मरता मेऽम्बा, सर्वदा सदयाङ्गिनाम् ॥१५॥ अथ युष्मन्मतेनाऽसौ, भविष्यति दिवं गता । तातश्च कृतपापेन, निश्चितं नरकं गतः || १६ ||
मन्माता किं न मामेत्य, प्रबोधयति सत्वरम् ? । पिता तु नरकादेत्य, किं न यच्छति दर्शनम् ? ॥१७॥
प्रेत्यामुत्रस्थितिः तस्मात्, जगन्नाथ ! न विद्यते । प्रत्यये व्यत्यये दृष्टे, किमु मुह्यति कोविदः ? ॥१८॥
प्रभुरूचे महीपाल ! यत् ते माता समेति नो । दिवो मनुष्यलोकोऽस्मिंस्तदाऽऽकर्णय कारणम् ॥१९॥
પરલોક હોય તો, મારી માતા ધર્માસક્ત અને પ્રાણીઓ પર સર્વથા દયાળુ હતી. (૧૫)
તો આપના મતથી તે સ્વર્ગે ગઈ હશે. અને મારો પિતા પાપી હોવાથી તે અવશ્ય નરકે ગયો હશે. (૧૬)
તો મારી માતા અહીં આવી મને સત્વર કેમ બોધ આપતી નથી. અને મારો પિતા નરકમાંથી આવી કેમ મને પાપ કરતાં નિવારતો નથી ? (૧૭)
માટે હે જગન્નાથ ! પરલોકમાં સ્વર્ગાદિકની સ્થિતિ જણાતી નથી. આ રીતે પ્રત્યક્ષ વ્યત્યય જોતાં કોણ સુજ્ઞ વ્યામોહ પામે ? (૧૮)
ભગવંત બોલ્યા કે, હે રાજન્ ! તારી માતા સ્વર્ગલોકમાંથી આ મનુષ્યલોકમાં આવતી નથી તેનું કારણ સાંભળ. (૧૯) (૧) દેવો પાંચેઈન્દ્રિયના વિષયોમાં સદા આસક્ત હોય છે.