________________
અન્નમ: સર્જ
तस्मादेतस्य पार्श्वेऽहं, चित्रकुम्भार्जनासुखम् । अविनाशवशं याचे, गोधोऽधादिति चेतसि ॥ १०६॥
अथोवाच प्रभुर्भद्र !, यदीच्छसि सुखं किल । अविनश्वरमुद्दार्म, तत् प्रव्रज्य समार्जय ||१०७ ||
ततो जगत्पते ! दीक्षां, देहि नित्यसुखावहाम् । येन ध्यायामि नाथ !, त्वां सिद्धपुरुषसन्निभम् ॥ १०८ ॥
चित्रकुम्भनरः सोऽथ, सबन्धुः सप्रियः प्रभोः । पार्श्वे दीक्षां स्म गृह्णाति किं न स्याल्लघुकर्मणाम् ? ॥१०९ ॥
८१३
પ્રભુને વિનવે અવિનાશી સુખદાયક ચિત્રકુંભ આપો. આ પ્રમાણે સાંભળી તેણે મનમાં ધાર્યું કે, “ખરેખર ! આ સર્વજ્ઞ દેવ છે. (૧૦૫)
માટે એમની પાસે હું ચિત્રકુંભ મેળવવાવડે પ્રાપ્ત થાય તેવા અવિનાશી સુખને માંગુ.” (૧૦૬)
,,
એટલે ભગવંત ફરી બોલ્યા કે, “હે ભદ્ર ! જો અવિનશ્વર અને ઉત્કૃષ્ટસુખને ઇચ્છતો હોય તો તું દીક્ષા અંગીકાર કર.” (૧૦૭)
આ પ્રમાણે સાંભળી તે બોલ્યો કે, “હે નાથ ! જો દીક્ષા નિત્યસુખ દેનારી હોય તો તે દીક્ષા મને આપો. કારણ કે હું આપને સિદ્ધપુરુષ સમજું છું.” (૧૦૮)
પછી પોતાના બંધુ અને પ્રિયા સહિત તે ચિત્રકુંભ ગ્રામીણે ભગવંતની પાસે દીક્ષા અંગીકાર કરી. લઘુકર્મીને શું પ્રાપ્ત ન થાય ? અર્થાત્ બધું જ પ્રાપ્ત થાય. (૧૦૯)
હવે ગંગા અને સિંધુનદીથી વિરાજીત ભારતવર્ષમાં દેવનગર