________________
८३०
श्री मल्लिनाथ चरित्र द्विरदोऽस्मत्प्रभावेण, त्वय्यारूढे चलिष्यति । आज्ञां करिष्यते सर्वस्ततस्तव निरन्तरम् ॥१८७।। श्रुत्वेति भूपतिः प्राप, प्रासादं मुदिताशयः । कुम्भकारा नृपादेशाच्चक्रुर्मृत्स्नामयं गजम् ॥१८८।। इभमारुह्य भूपालो, वन्दितुं जिननायकम् । आगामीति ततो जज्ञे, पुरे हास्यास्पदं महत् ॥१८९।। सामन्ता मन्त्रिणां पुत्राः, पौरग्रामेयका अपि । तमवेक्षितुमाजग्मुः, सर्वोऽप्यऽद्भुतकौतुकी ॥१९०॥
હાથી બનાવી તેના પર આરૂઢ થઈ તું અહીં આવવા માટે નીકળજે, (૧૮૬)
મારા પ્રભાવથી તું તે હાથી ઉપર આરૂઢ થઈશ એટલે તે હાથી સાચા હાથીની જેમ ચાલશે. તે જોઈ બધા લોકો તારી આજ્ઞા તરત જ ઉઠાવશે.” (૧૮૭).
આ પ્રમાણે સાંભળી મનમાં આનંદ પામી તે સ્વસ્થાને આવ્યો. પછી રાજાના હુકમથી કુંભારોએ એક માટીનો હાથી બનાવ્યો. (૧૮૮)
એટલે આ હાથી પર આરૂઢ થઈ રાજા જિનેશ્વરને વંદન કરવા જનાર છે. આવી ચર્ચા ચાલી, સમસ્ત નગરવાસીના મનમાં આશ્ચર્ય અને હાસ્ય ઉત્પન્ન થયું. (૧૮૯)
એટલે સામંતો, મંત્રી પુત્રો, નગરજનો અને ગ્રામ્યજનો સર્વે તે જોવા માટે રાજમંદિર પાસે આવ્યા. “કારણ કે બધા લોકોને અદ્ભુત કૌતુક પ્રિય હોય છે.” (૧૯૮૦)
પછી શુભદિવસે તે હાથી ઉપર આરૂઢ થઈ શૃંગાર સહિત