________________
८१६
श्री मल्लिनाथ चरित्र कतिपयेषु जातेषु, वासरेषु समाययौ । वर्षाकालो महाभीष्मग्रीष्मद्रुमपरश्वधः ॥१२१॥ धरा धाराधरं दृष्ट्वाऽभीष्टमागतमुन्नतम् । कदम्बकुटजोद्भूतैः, पुष्पैरर्घमिवाऽतनोत् ॥१२२॥ मेघराजागमं दृष्ट्वा, दूराद् वैतालिका इव । चक्रुर्जयजयारावं, केकाव्याजेन केकिनः ॥१२३॥ समायान्ति महोत्कण्ठाः, पथिकाः स्वगृहानभि । कः करोति जडैः सार्धं संगमं हि मनागपि ॥१२४|| पन्थानो गतसंचारा जाता दुर्दमकर्दमात् । जाड्योदये हि संवृत्ते, सर्वं दुःखाकरं नृणाम् ॥१२५॥
કેટલાક દિવસો પછી મહાભીષ્મ ગ્રીષ્મઋતુરૂપ વૃક્ષને કુઠાર સમાન વર્ષાકાળ આવ્યો. (૧૨૧)
એટલે અભીષ્ટ અને ઉન્નત ધરાધરને આવેલ જોઈ કદંબ અને કુરજ પુષ્પોથી વસુધા જાણે સત્કાર કરતી હોય એમ ભાસવા લાગી. (૧૨૨)
મેઘરાજનું આગમન જોઈ દૂરથી સ્તુતિ પાઠકોની જેમ કેકારવના મિષથી મયૂરો જયજયારવ કરવા લાગ્યા (૧૨૩).
અને મુસાફરો મહાઉત્કંઠાપૂર્વક પોતાના ઘર તરફ આવવા લાગ્યા. કારણ કે જડ (જળ) ની સાથે લેશમાત્ર પણ કોણ સજ્જન સમાગમ કરે ?” (૧૨૪)
પછી પુષ્કળ વરસાદ વરસવાથી થયેલા દુર્દમ કાદવથી રસ્તાઓ સંચારરહિત થઈ ગયા. જાડ્ય (અજ્ઞાન કે જળ) નો ઉદય થતાં માણસોને વધુ દુ:ખકર થઈ પડે છે. (૧૨૫) ૨. પ્રતીત્યપિ.