________________
મષ્ટમ: સT
७९७
तथायं प्रविशन्नात्मा, निर्गच्छन् न च वीक्ष्यते । दृष्टकृमिगणो राजन् !, दृष्टान्तोऽयं मयोदितः ॥३०॥ अथो विहस्य भूपालोऽप्यूचे किश्चिद् विमोहवान् । अर्हन् ! परेद्यविश्चौरो, विधृतो विहितागसः ॥३१॥ जीवन्नेव तुलारूढो, पौराध्यक्षं प्रतोलितः । अच्छासस्य निरोधेन, मारयित्वा तथैव सः ॥३२॥ तोलितस्तत्क्षणं यावांस्तावानेव जिनेश्वरः । तस्माद् देहात् कथं प्राणीव्यतिरिक्तो विचिन्त्यताम् ? ॥३३॥
તેમ પ્રવેશ કરતો જીવ પણ જોવામાં આવતો નથી. તેથી જ હે રાજન્ ! અંદર ઉત્પન્ન થયેલા કૃમિ તારા જોવામાં આવ્યા છે. વળી તે એક ચોરના કકડે કકડા કર્યા પણ જીવ દેખાયો નહીં તેનો ઉત્તર સાંભળ, અરણીના કાષ્ટ પરસ્પર ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. પણ કોઈ મૂર્ખ અગ્નિ મેળવવા માટે તેના કકડે કકડા કરી નાંખે તો તેમાંથી અગ્નિ નીકળે ખરો ? ન નીકળે, તેમ જીવ માટે પણ સમજવું. (૩૦)
આ પ્રમાણેના ઉત્તરથી કાંઈ વ્યામોહ પામી રાજાએ કહ્યું કે, “હે ભગવન્! એક દિવસે એક અપરાધી ચોરને મેં પકડ્યો. (૩૧)
તેના જીવતાં તેને કાંટામાં નાંખીને સર્વલોકો સમક્ષ મેં તોલ્યો અને તેના શ્વાસનો નિરોધ કરી તેને મારીને પછી પણ તે જ પ્રમાણે તોળી જોયો. (૩૨).
તો જેટલો પ્રથમ (વજનમાં) હતો તેટલો જ થયો. જીવ ગયો છતાં તોલમાં જરાપણ ઘટાડો થયો નહી. માટે હે ભગવન્ ! દેહથી અન્ય કોઈ જીવ નથી એમ મને લાગે છે. (૩૩)