________________
७९९
અષ્ટમ: સf:
राजाऽऽह भगवन्नद्य, सद्यो मोहः पलायितः । स्फूरिते चेतसि स्फीतमास्तिकत्वं यथोदितम् ॥३८॥ परं कुलक्रमायातं, नास्तिकत्वं सदा धृतम् । विमोक्तुं तत् कथं शक्तो, भवेदात्मनि हीनता ॥३९।। प्रभुः प्राह महाभाग !, स्तोकमेतद् विवेकिनाम् । किञ्च व्याधिः क्रमोयातो, दारिद्यं नाऽत्र मुच्यते ? ॥४०॥ यथेह वणिज: केऽपि, नानावाहनशालिनः । गता वाणिज्यकार्येण, लोहकारं व्यलोकयन् ॥४१॥
જનારો છે. (૩૭)
આ પ્રમાણેનો ઉત્તર સાંભળી રાજા બોલ્યો કે, “હે ભગવન ! આજે મારો મોહ સત્વર પલાયન કરી ગયો છે. અને વિકસિત મનમાં ઉજ્જવળ આસ્તિક્યનો ઉદય થયો છે. (૩૮)
પરંતુ કુળક્રમથી આવેલા નાસ્તિકપણાનો મેં બહુકાળથી સ્વીકાર કરેલો છે. તેનો ત્યાગ કરતાં પોતાનામાં હીનતા આવે તેવા ભયથી હું તેમ કરવા સમર્થ નથી.” (૩૯)
ભગવંત બોલ્યા કે, “હે મહાભાગ ! વિવેકી લોકોને તેનો ત્યાગ કરવો બહું સહેલું છે. સંસારમાં કુળક્રમથી પ્રાપ્ત વ્યાધિ અને દારિદ્રયને શું લોકો તજી દેતા નથી ? તજી દે છે. (૪૦)
આ સંબંધમાં એક દૃષ્ટાંત સાંભળ-અનેક પ્રકારના વાહનો લઈ વેપાર માટે કેટલાક વણિકો નીકળ્યા તેમણે માર્ગમાં એક લોઢાની ખાણ જોઈ (૪૧)
એટલે તેમાંથી લેવાય તેટલું લો લઈ લીધું. આગળ જતાં