________________
८१०
श्री मल्लिनाथ चरित्र किं तया क्रियते लक्ष्म्या, या स्यादन्यत्र भूयसी ? । यां सुहृदो न वीक्ष्यन्ते, प्रमोदोत्फुल्लचक्षुषः ॥९१।। थासो ग्राममापन्नो, दधानो मस्तके घटम् । चित्रकुम्भ इति नरैराहूतः संज्ञया मुदा ॥९२।। तेषां विलोकमानानां, घटमाहात्म्यतो न्वहम् । सौधं विरचयामास, क्षणात् काव्यं कवीन्द्रवत् ॥९३।। कुम्भभूरिप्रभावेण, नेपथ्यादि विनिर्ममौ । अल्पैरपि दिनैः सोऽभूदामुष्यायण उच्चकैः ॥९४।। अबन्धोरपि तस्याऽथ, समजायन्त बान्धवाः । સોયં તસ્યા મહાદેવ્યા:, પ્રમાવ: પ્રતિ ક્ષિતી III યત:
“જ્યાં ત્યાં એવી બહુ લક્ષ્મી પણ શા કામની કે જે મિત્રો પ્રમોદથી વિકસિત નેત્રવાળા થઈને જુવે નહિ.” (૯૧)
આમ વિચારી તે ઘટ સૌ લોકો જુએ તેમ પોતાના મસ્તક પર લઈ તે પોતાને ગામે આવ્યો. એટલે લોકોએ તેને આનંદપૂર્વક ચિત્રકુંભના નામથી બોલાવ્યો. (૯૨).
પછી તે લોકોને જોતાં તેણે કવીન્દ્રના કાવ્યની જેમ ઘટના મહાભ્યથી તરત એક મહેલ બનાવ્યો. (૯૩)
કુંભના અતિશય પ્રભાવથી તેણે વસ્ત્રાદિ તૈયાર કર્યા તથા અલ્પ દિવસોમાં તે સારો કુટુંબી બની ગયો. (૯૪)
તે બંધ રહિત છતાં તેના ઘણાં બાંધવો થયા. “ખરેખર લક્ષ્મી મહાદેવીનો પ્રભાવ પૃથ્વી પર જયવંત વર્તે છે.” (૯૫)
કહ્યું છે કે, લક્ષ્મી અનાથોને દોરનાર છે. મિત્રરહિતની એ