________________
७९३
અષ્ટમ: સઃ प्रत्यक्षं चेत् तवाभीष्टं, तदा वंश्यादिपुरुषान् । त्वमनुमन्यसे नो चेत् तदा, सर्वे विसंस्थुलम् ॥११॥ क्वचिदध्यक्षगम्योऽयं, क्वचिद् परोक्षगोचरः । क्वचिच्चानुमतेर्गम्यस्तस्माद् जीवोऽस्ति सर्वथा ॥१२॥ तत् सिद्धौ च तवैवेह, सर्वज्ञत्वं प्रसिद्ध्यति । सर्वज्ञत्वे च संसिद्धे, जीवत्वं सर्वमेव हि ॥१३॥ जीवत्वेऽपि च संसिद्धे, पुण्यपापादयोऽखिलाः । उद्धृते हि तरौ किं न, भवेयुः पल्लवोदयाः ? ॥१४॥
તારા અંતરમાં જે નાસ્તિકતા છે તે તારી અપેક્ષાએ તો સર્વપ્રાણીઓમાં સંભવે છે. પણ તેમ નથી. (૧૦)
જો પ્રત્યક્ષ પ્રમાણ જ તને ઇષ્ટ છે તો તું તારા પૂર્વપુરુષોને માને છે કે, નહિ? જો ન માનતો હોય તો પછી સર્વ અવ્યવસ્થિત થઈ જશે. (૧૧)
તારી સ્થિતિ પણ ન બને પણ આ જીવ કોઈરીતે પ્રત્યક્ષગમ્ય છે. તો કોઈ રીતે પરોક્ષગમ્ય છે. તો કોઈ રીતે અનુમિતિગમ્ય છે. માટે સર્વથા જીવ છે. (૧૨)
અને તે સિદ્ધ થતાં સર્વજ્ઞત્વ તો તને જ (તારામાં જ) અહીં પ્રત્યક્ષ છે. જો તેમ ન હોય તો સર્વત્ર જીવ નથી એવું સર્વજ્ઞ વિના કોણ કહી શકે? અને સર્વજ્ઞત્વ સિદ્ધ થતાં જીવત્વ સર્વરીતે સિદ્ધ થશે. (૧૩)
જીવત્વ સિદ્ધ થતાં પુણ્ય-પાપાદિ બધા સિદ્ધ થઈ શકે છે. કારણ કે વૃક્ષોદય થતાં શું પલ્લવો પ્રગટ ન થાય ?” (૧૪)
આ પ્રમાણે સાંભળી રાજાએ કહ્યું કે, હે ભગવન્ જો