________________
સતH:
:
६७१
ततः सा विहितस्नाना, ददाना दानमद्भुतम् । चितापाइँ समागत्य, पौरलोकसमाकुला ॥५९१।। चितां प्रदक्षिणीकृत्य, विवेशाऽग्नौ पणाङ्गना । इतोऽभूद् डामरो वातो, महावृष्टिरजायत ॥५९२।। तदङ्गस्पर्शभीत्येव, ज्वलनो ज्वलितोऽपि सन् । निर्वाणः, नागरो लोकः, प्रनष्टो जलताडितः ॥५९३।। किञ्चिद् दग्ध्वा ततो वेश्या, निर्गत्य चितिमध्यतः । सरयूसरितस्तीरे, पपात चितिदारुवत् ॥५९४।। स्तोकाम्भसि शफरीव, वेपमाना मुहुर्मुहुः ।
रोदयन्ती दिशां चक्रं, चक्रन्द कुरुरीव सा ||५९५।। નગરવાસીથી પરિવરેલી તે ચિતા પાસે આવી, (૫૯૧)
| ચિતાને ત્રણ પ્રદક્ષિણા દઈ અગ્નિમાં પ્રવેશ કર્યો. જાણે કુદરતને તેનું મોત મંજુર ન હોય તેમ પ્રચંડવાયુ વાયો, ઘણો વરસાદ થયો. (૫૯૨)
તેથી પ્રબળ અગ્નિ પ્રદીપ્ત કર્યો હોવા છતાં તેના અંગના સ્પર્શને ઇચ્છતો ન હોય તેમ તે અગ્નિ બૂઝાઈ ગયો. વૃષ્ટિથી પરાભવ પામી નગરજનો સર્વ જતા રહ્યા. (૫૯૩).
તે સમયે તે વેશ્યા-બ્રાહ્મણી કાંઈ બળેલી ચિતામાંથી નીકળી અને ચિતાના કાષ્ટની જેમ સરયૂ નદીના કિનારા પર પડી. (૫૯૪)
અલ્પજળમાં તરફડતી માછલીની જેમ કંપતી અને વારંવાર દિશાઓને રોવરાવતી એક પક્ષિણીની જેમ આક્રંદ કરવા લાગી. (પ૯૫).
અનુક્રમે વૃષ્ટિ શાંત થઈ એટલે ત્યાં ગોવાળ આવ્યો. અર્ધરાત્રે