________________
७२५
સમમ: : इत्थं सा प्रतिषिद्धाऽपि, पितृभ्यां न निवर्तते । यद् यन्निवारितं प्रायः, तत्तदाऽऽसेवते जनः ॥८५२॥ अन्येधुरुन्मनाश्चन्द्रयशाः सख्याऽनयोदिता । मूर्खचित्तमिवात्यन्तं, किमु शून्येव लक्षसे ? ॥८५३॥ सखि ! प्रियो विरक्तो मे, रक्तो मदिरयेव सः । प्रकामं मदिरावत्या, न मां दृष्ट्वापि वीक्षते ॥८५४॥ अजातनन्दना कालं, निर्गमिष्यामि किं सखि ! ? । न पुत्रो न पतिश्चापि, केवलं जन्म हार्यते ॥८५५॥ अलं सखि ! विषादेनाऽऽकर्णयौपयिकं वचः । नीलीरागनिभं रागं, यथा कुर्यात् त्वयि प्रियः ॥८५६॥ આવે છે. તેનું લોકો ઉલટું વધારે સેવન કરે છે. (૮૫૨)
એકવાર ખેદ પામેલી ચંદ્રયશાને તેની સખીએ કહ્યું કે, મૂર્ખના મનની જેમ કેમ આજે અત્યંત શૂન્યમનસ્ક દેખાય છે ? (૮૫૩)
એટલે તે બોલી કે, હે સખી ! હમણાં મારો સ્વામી મારાથી વિરકત છે. મદિરાથી રક્ત થયેલાની જેમ મદિરાવતીમાં અતિ આસક્ત બની તે મારી સામે નજર પણ કરતો નથી. (૮૫૪)
તેથી હે સખી ! પુત્રવિનાની મારે કાળ શી રીતે વ્યતીત કરવો ? પુત્ર કે પતિ વિના મારો આ જન્મ કેવલ વૃથા જાય છે.” (૮૫૫)
આ પ્રમાણે સાંભળી તે બોલી કે, “હે ભદ્રે ! વિષાદ શા માટે કરે છે? હું તેનો ઉપાય બતાવું તે સાંભળ. જેથી તારો પતિ તારા ઉપર ગળીના રંગ જેવો અત્યંત અનુરક્ત થાય (૮૫૬)