________________
सप्तमः सर्गः
७४१ वयस्य ! मन्त्रसिद्ध्यर्थं, तव कान्ता मया हृता । एष कल्पो यतोऽमुष्याऽऽराधने गुरुणोदितः ॥९२९।। तां जामिमिव मे विद्धि, न ते पीडा भविष्यति । षण्मासान्ते त्वया साकं, संगमः साधु सेत्स्यति ॥९३०॥ इत्युदित्वा गते तस्मिन्, पुनः मूर्छामवाप सः । आर्दीभूतं च तद् दुःखं, पिटको घर्षणादिव १९३१॥ मूर्छान्ते प्रेयसी स्मृत्वा, ध्यानी मौनी च सोऽभवत् । पल्योपमोपमास्तस्य, बभूवुर्दिवसाः कति ॥९३२॥
અને બોલ્યો કે, “હે મિત્ર ! મંત્રસિદ્ધિ માટે મેં તમારી કાંતાનું હરણ કર્યું છે. મારે સિદ્ધ કરવાના મંત્રની આરાધનામાં ગુરૂએ મને એવો કલ્પ (આચાર) બતાવ્યો છે. (૯૨૯)
તમારી રાણીને મેં બેનની જેમ જ રાખી છે. માટે તમારે ખેદ કરવાનું કોઈ જ કારણ નથી. વળી છ મહિનાના અંતે મારો મંત્ર સિદ્ધ થતાં હું તેને પાછી મૂકી જઈશ. એટલે તમારે તેનો સમાગમ થશે.” (૯૩૦)
આ પ્રમાણે કહી તે સિદ્ધપુરુષ ચાલ્યો ગયો. એટલે રાજા ફરી મૂર્છા પામ્યો. કેમ કે ખસની ફોડલી ખણવાથી જેમ આર્ટ થાય તેમ રાજાનું દુઃખ તેથી ઉલટું તાજું થયું. (૯૩૧).
પછી મૂર્છાને અંતે ચેતના વળતા રાજા પ્રિયાનું સ્મરણ કરી તેના ધ્યાનમાં મૌન ધારણ કરી રહ્યો. એ પ્રમાણે પલ્યોપમ સમાન કેટલાક દિવસો તેણે પસાર કર્યા. (૯૩૨)
અનુક્રમે રાજાનું વ્યામોહતિમિર ધીમે ધીમે દૂર થતાં પ્રાપ્ત થયેલા અપૂર્વ નિધાનની જેમ પ્રધાનાદિ સર્વ આનંદ પામ્યા. (૯૩૩).