________________
૭૭૨
श्री मल्लिनाथ चरित्र यः कश्चित् श्रेष्ठि नोऽप्यग्रे, चन्दनां कथयिष्यति । स मे कोपहुताशस्य, होमद्रव्यं भविष्यति ॥१०७६।। एवं नियन्त्र्य लोकं स्वं, मूला मूलगृहं ययौ । सायं श्रेष्ठी समायातोऽपृच्छत् काऽस्ति सुता मम ? ॥१०७७॥ कश्चन श्रेष्ठिनीभीतेः, पृच्छतोऽप्यस्य नाऽवदत् । सर्वोऽपि गृहिणीहस्तगोचरो गृहमागतः ॥१०७८॥ मत्सुता रमते क्वाऽपि, स्वच्छस्वान्ता परौकसि । ध्यात्वेत्यगमयत्कालं, मृदुधीः स्नेहलाशयः ॥१०७९।। अपश्यंश्चन्दनां क्वाऽपि, द्वितीयेऽल्यऽप्यऽभाषत । मूकीभूत इव जनो, नाऽऽख्यत् किञ्चन सर्वथा ॥१०८०।। પૂરી બારણા બંધ કરી તાળું દઈ દીધું. (૧૦૭૫)
પછી કોપના આટોપથી તે કહેવા લાગી કે, “જે કોઈ ચંદનાની વાત શેઠની આગળ કહેશે તે મારા કોપાગ્નિમાં હોમદ્રવ્યરૂપ થશે.” (૧૦૭૬)
આ પ્રમાણે પોતાના સેવકવર્ગને બીક બતાવી મૂળા પોતાના વાસભવનમાં આવી. પછી સાંજે શેઠ આવી પૂછવા લાગ્યા કે, - “મારી પુત્રી ક્યાં છે ? (૧૦૭૭)
પણ શેઠાણીના ભયથી શેઠને કોઈએ જવાબ આપ્યો નહી. કેમ કે ઘરના બધા નોકરો શેઠાણીને વશ હોય છે. (૧૦૭૮)
શેઠે વિચાર્યું કે નિર્મળ મનવાળી મારી પુત્રી કોઈ બીજાને ઘર ગઈ હશે અને ત્યાં આનંદ કરવા રહી હશે.” એમ ધારી પ્રેમાળ અને કોમળબુદ્ધિવાળા શેઠે તે દિવસ વ્યતીત કર્યો. (૧૦૭૯)
બીજે દિવસે પણ ચંદનાને ન જોવાથી શેઠે નોકરોને પૂછ્યું