________________
श्री मल्लिनाथ चरित्र
७७४
गदिते चन्दनावृत्ते, किमेषा मे विधास्यति ? | उदस्ते शकटे हन्त !, किं विधाता गणाधिपः ? || १०८५ ॥
ध्यात्वेत्यऽदर्शयत् तस्य, चन्दनारोधमन्दिरम् । मूलाया वीक्षमाणायाः, कोपारुणदृशो भृशम् ||१०८६।।
स्वयमुद्घाटयामास, द्वारं श्रेष्ठी धावहः । तत्रैक्षत सुतां तृष्णाक्षुधार्तां म्लानविग्रहाम् || १०८७॥
पादयोर्निगडैर्बाढं, यन्त्रितां हस्तिनीमिव । भिक्षुकीमिव मुण्डां च, चामुण्डावत्कृशोदरीम् ॥१०८८॥
वहलैर्बहलैः क्षोणीं, सिचन्तीं लोचनाश्रुभिः । रुष्यन्तीं कर्मणे स्वस्य, विमृशन्तीं निजस्थितिम् ॥१०८९॥
त्रिभिर्विशेषकम् કરવાની હતી ? ગાડુ ચાલ્યા પછી ગણેશ શું કરી શકે ? (૧૦૮૫)
આ પ્રમાણે વિચારી કોપયુક્ત રક્તનેત્રવડે મૂળાને જોતા છતાં તેણે ચંદનાને જે ઓરડીમાં પૂરેલી હતી તે મકાન શેઠને બતાવ્યું. (૧૦૮૬)
એટલે ધનાવહ શેઠે પોતે દ્વાર ઉઘાડ્યું તેમાં બેઠેલી ક્ષુધાતૃષાથી પીડાતી તથા મ્લાન શરીરવાળી ચંદનાને જોઈ (૧૮૮૭)
તે સમયે હાર્થિણીની જેમ પગમાં મજબૂત સાંકળોથી તે બંધાયેલી હતી. ભિક્ષુકીની જેમ મસ્તકે મુંડિત હતી. ચામુંડાની જેમ કૃશોદરી હતી. (૧૦૮૮)
અત્યંત અશ્રુધારાથી ભૂમિતલને સિંચતી હતી. પોતાના કર્મને દોષ આપતી અને પોતાની સ્થિતિનો તે વિચાર કરતી હતી. (૧૦૮૯)