________________
७७३
સમ: સ:
ततः शोकाकुलः श्रेष्ठी, प्रोवाच स परिच्छदम् । जानन्तश्चेन्नाऽऽख्यास्यथ, ताडयिष्यामि वस्तदा ॥१०८१॥ श्रुत्वेत्यऽचिन्तयत् काचित्, स्थविरा किङ्करी हृदि । जीवेद् मे जीवितव्येन, चन्दनाऽऽनन्ददा दृशाम् ॥१०८२।। ममाऽस्त्यऽदूरतो मृत्युर्जरया जर्जरं वपुः । अदूरवीक्षिणी दृष्टिविस्मृतिश्च गरीयसी ॥१०८३॥ इयं सुयौवना वत्सा, महाकष्टेन पूरिता । विपत्स्यते कियद् वल्लीच्छिन्नं पुष्पं हि नन्दति ॥१०८४॥
છતાં જાણે મુંગા થઈ ગયા હોય તેમ માણસોમાંથી કોઈ કાંઈપણ બોલ્યું નહિ (૧૦૮૦)
એટલે શોકાતુર થઈ શ્રેષ્ઠીએ પોતાના નોકરોને કહ્યું કે, “જાણતાં હોવા છતાં જો તમે નહિ કહો તો હું તમને કાઢી મૂકીશ.” (૧૦૮૧)
આ પ્રમાણે સાંભળી એક વૃદ્ધા દાસીએ મનમાં વિચાર કર્યો કે, દૃષ્ટિને આનંદદાયી ચંદના જો મારા જીવિતવ્યથી પણ જીવતી હોય તો બહુ જ સારી વાત (૧૯૮૨)
કારણ કે મારે હવે મરણ કાંઈ દૂર નથી. મારું શરીર જરાથી જર્જરિત થઈ ગયું છે. નજર પણ દૂર જતી નથી અને સ્મરણશક્તિ પણ નાશ પામી ગઈ છે. (૧૦૮૩)
અને એ બાળા હજી સુયૌવના છે. તે મહાકષ્ટમાં પડેલી હોઈ મરણ પામશે. કેમ કે વેલડીથી છૂટું પડેલું પુષ્પ કેટલો સમય ખીલેલું રહી શકે ? (૧૦૮૪)
વળી ચંદનાની વાત શેઠની આગળ કહેતાં શેઠાણી મને શું