________________
७८२
श्री मल्लिनाथ चरित्र
पञ्चभिर्दिवसैर्न्यूनषण्मासान् तपसो विधेः । विधाय पारणां वीरो, धनगेहाद् विनिर्गतः ॥ ११२२ ॥
आदित्सुर्लोभतो रत्नवृष्टिं भूमीपतिस्ततः । निषिद्धो हरिणाऽगृह्णाच्चन्दनाऽऽदेशतो धनी ॥ ११२३ ॥
उत्पन्नकेवलज्ञानाच्चन्दना ज्ञातनन्दनात् । व्रतमादायनिर्वाणपदमेष्यति शाश्वतम् ॥ ११२४॥
सुपात्रदानमाहात्म्यात्, तत्क्षणात् संपदः सताम् । घनाम्भ:सिक्तवल्लीनां, यथान्यायं वनश्रियः ॥११२५॥
તો મારી સગી બેન હોવાથી નેત્રાનંદદાયી તેની પુત્રી મારી ભાણેજ થાય.” (૧૧૨૧)
તે વખતે છમહિનામાં પાંચ દિવસ ઉણા હતા અને ભગવંત ઉત્કૃષ્ટ તપનું પારણું કરી ઘનાવહ શેઠના ઘરમાંથી બહાર નીકળ્યા. (૧૧૨૨)
તે વખતે લોભને વશ શતાનિક રાજા થયેલી રત્નવૃષ્ટિનું કોઈ માલિક નથી એમ જાણી તે લેવા લાગ્યો. પણ ઈંદ્રે તેને અટકાવ્યો એટલે ચંદનાના આદેશથી ધનાવહશેઠે તે રત્નો ગ્રહણ કર્યા. (૧૧૨૩)
ત્યાર પછી ભગવંતને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં ચંદનાએ તેમની પાસે જઈ દીક્ષા લીધી અને તે જ ભવમાં શાશ્વત મોક્ષપદને પામી. (૧૧૨૪)
મેઘજળથી સિંચન પામેલી વેલડીઓ જેમ તુરત જ વિકસ્વર થાય છે તેમ સુપાત્રદાનના માહાત્મ્યથી સજ્જનોને સત્વર જ સંપત્તિ પ્રાપ્ત થાય છે. (૧૧૨૫)
ઇતિ દ્વાદશવ્રત ઉપર ચંદનબાળા કથા.