________________
७४३
સER: સા:
अनादिनिधनो जीवो, बद्धः कर्मभिरुद्भटैः । दुर्वातभ्रामितः पोत, इवाम्भोधौ भ्रमत्यलम् ॥९३९।। तत्रैव भ्राम्यतो द्वीपकल्पः कल्पद्रुमोपमः ।
जैनो धर्मः स च द्वेधा, साधुश्राद्धविभेदतः ॥९४०।। साधुधर्मो यथा प्रोक्तो, व्रतपञ्चकबन्धुरः । अदवीयानयं मार्गो, लोकाग्रमुपतिष्ठते ॥९४१॥ श्राद्धधर्मात् परं मोक्षो, भवति द्वित्रिजन्मतः । अयं तु सुकरो ज्ञेयः, प्रायशो विषयैषिणाम् ॥९४२।। कस्य धर्मस्य माहात्म्यादभूवं पृथिवीश्वरः । इत्युक्ते भूभुजा तेन, प्रोचे वाचंयमाग्रणीः ॥९४३॥
એટલે ભગવંતે આ પ્રમાણે દેશના આપવા માંડી છે ભવ્યજીવા ! અનાદિ નિધન – એટલે જે ઉત્પન્ન થયો નથી અને જેનો નાશ થવાનો નથી એવો આ જીવ તીવ્રકર્મોના બંધનથી સમુદ્રમાં દુષ્ટવાયુથી ભ્રમિત થયેલો વહાણની જેમ આ પારાવાર સંસારમાં અત્યંત ભ્રમણ કરે છે. (૯૩૯).
તેવી રીતે ભમતાં પ્રવાહણને જેમ કોઈ દ્વીપ (બેટ) ની પ્રાપ્તિ થાય તેમ આ જીવને કલ્પવૃક્ષ સમાન મનોવાંછિત આપનાર જૈનધર્મ પ્રાપ્ત થાય છે. તે ધર્મ સાધુ અને શ્રાવકના ભેદથી બે પ્રકારનો છે. (૯૪૦-૯૪૧) - તેમાં પાંચમહાવ્રતથી મનોહર સાધુધર્મ કહેલો છે. તે મોક્ષ માટે નજીકનો માર્ગ છે. શ્રાવકધર્મના પરિપાલનથી બે ત્રણ ભવે મોક્ષ મળે છે. (૯૪૨)
પરંતુ વિષયાસક્ત જીવોને આ ધર્મ વધારે સુગમ લાગે છે.