________________
૭૬૮
श्री मल्लिनाथ चरित्र वीक्ष्येमां यौवनोद्यानवशां गजवशामिव । विदध्यौ श्रेष्ठिनी मूला, चिन्तयन्त्याऽऽयतिं हृदि ॥१०५७।। श्रेष्ठी संभाषते नित्यं, यद्यप्येनां सुतामपि । चेद् दैवादुपयच्छेत, जीवन्त्यपि मृताऽस्म्यहम् ॥१०५८॥ अथवान सा विद्या न तद् ज्ञानं, न तद् ध्यानं न सा कला । निवर्येत मनो येन, स्मरापस्मारघस्मरम् ॥१०५९।। यदूचेबलवानिन्द्रियग्रामः, पण्डितोऽप्यत्र मुह्यति । विश्वामित्रोऽपि सोत्कण्ठं, कण्ठं जग्राह मेनकाम् ॥१०६०।।
આ બાજુ યૌવનરૂપ ઉદ્યાનને પામેલી હાથિણીની જેવી તેને જોઈને અંતરમાં ભાવિનો વિચાર કરતી મૂળા ચિંતવવા લાગી કે, (૧૦૫૭)
જો કે શેઠ હાલ તો પુત્રી કહીને બોલાવે છે. પણ ભાગ્યયોગે કદાચ શેઠ તેને પરણી જશે તો હું જીવતી છતાં મરેલી જેવી થઈ જઈશ. (૧૦૫૮)
આવી શંકાનું કારણ એક જ છે કે, એવી કોઈ વિદ્યા, જ્ઞાન, ધ્યાન, કે કળા નથી કે જેનાથી કામદેવથી ખરડાયેલું મન નિવૃત્ત થાય. (૧૦૫૯)
વળી અન્યત્ર કહ્યું છે કે ઇંદ્રિય અત્યંત બળવાન છે તેથી પંડિત પણ ત્યાં મોહ પામ્યા વિના રહેતો નથી. વિશ્વામિત્રે પણ ઉત્કંઠાપૂર્વક મેનકાને કંઠવડે પકડી, (૧૦૬૦)
શું બ્રહ્માએ પોતાની પુત્રીને પ્રિયા બનાવવા ઈચ્છા નહોતી કરી ? માટે જ્યાં સુધી સ્ત્રીના કટાક્ષથી પુરુષ વિંધાયો નથી