________________
७५२
श्री मल्लिनाथ चरित्र प्रेष्यभावं गता काचिद्, देहल्यन्तस्थितक्रमा । बहिःक्षिप्ताऽपरपदा, भिक्षुकेषु गतेष्वपि ॥९८२।। कुल्माषान् सूर्पकोणेन, यदि मह्यं प्रदास्यति । तदैवाऽहं विधास्यामि, पारणामन्यथा न तु ॥९८३।। नीचोच्चेषु गृहेषूच्चैर्गोचराऽध्वानमागतः । अलक्ष्याभिग्रहो वीरः, पर्यभ्राम्यत् दिने दिने ॥९८४॥ दीयमानां मुहुर्भिक्षामगृह्णाति जिनेश्वरे ।
अभिग्रहवशेनाऽथ, पौराः खेदमुपागमन् ॥९८५।। જેનું મસ્તક મૂંડાવેલું હોય, (૩) દુઃખથી રૂદન કરતી હોય, (૯૮૧)
(૪) રાજપુત્રી છતાં દાસીપણાને પામેલી હોય, (૫) જેનો એક પગ દ્વારની અંદર અને એક પગ દ્વારની બહાર હોય, અર્થાત્ એવી રીતે ઉંબરામાં ઉભી હોય અને ભિક્ષુકો બધા આવી ગયા હોય, (૯૮૨)
એવા અવસરે તે સ્ત્રી સુપડાના ખૂણામાં રહેલા અડદ મને વહોરાવે તો મારે પારણું કરવું અન્યથા નહિ.” (૯૮૩)
આ પ્રમાણે અભિગ્રહધારી પ્રભુ ઉંચા-નીચા ઘરોવાળા માર્ગ પર જેમનો અભિગ્રહ કોઈએ જાણ્યો નથી એવા પ્રભુ ભિક્ષા માટે ભ્રમણ કરતા હતા. (૯૮૪).
એ સમયે વારંવાર ભિક્ષા આપવા છતાં પ્રભુ અભિગ્રહના કારણે ભિક્ષા લેતા નથી તેથી તે નગરીના લોકો ખેદ પામતા હતા. (૯૮૫)
તે રીતે ભિક્ષા ગ્રહણ કર્યા વિના ક્ષુધા પરિષહ સહન કરતા શરીર પર નિર્મોહી પ્રભુએ ચાર દિવસની જેમ ચાર માસ પસાર