________________
७४४
आसीदिहैव भरते, विन्ध्यसंज्ञो महीधरः । चतुर्विधगजोत्पत्तिभूमिर्भूमितिदण्डवत् ॥९४४॥
श्री मल्लिनाथ चरित्र
तस्मिन् शिबिरसेनोऽभूत्, पल्लीशः क्षत्रियाग्रणीः । जन्तुजातवधे निष्ठो, गरिष्ठः स्तेयसाहसः || ९४५ ॥
इयं ते प्रेयसी प्रेमरत्नरोहण भूमिका । समभूत् श्रीमती नाम्ना, पलिश्रीरिव गेहिनी ॥९४६॥
गुञ्जामुक्ताफलाहारा, वल्कलाम्बरधारिणी । बर्हिपिच्छकृतोत्तंसा, प्रियङ्गुद्युतिभासुरा ॥९४७॥
આ પ્રમાણે દેશના સાંભળી રાજાએ પૂછ્યું કે, “હે ભગવન્ ! હું કયા ધર્મના પ્રભાવથી રાજા થયો છું ? એટલે ભગવંત કહેવા લાગ્યા કે – (૯૪૩)
-
આ જ ભરતક્ષેત્રમાં ચાર પ્રકારના હાથીઓનું ઉત્પત્તિસ્થાન અને ભૂમિતિના દંડ સમાન વિંધ્યનામે પર્વત છે. (૯૪૪)
તે વિંધ્યાચળની પાળમાં ક્ષત્રિયોમાં અગ્રેસર જીવહિંસામાં તત્પર અને ચોરી કરવામાં હોંશિયાર શિબિરસેન નામે તું પલ્લિપતિ હતો. (૯૪૫)
અત્યારે તારી જે પત્ની છે તે પ્રેમરત્નની રોહણભૂમિ સમાન અને સાક્ષાત્ જાણે પલ્લિની લક્ષ્મી હોય તેવી શ્રીમતી નામે તે ભવમાં તારી ભાર્યા હતી. (૯૪૬)
એકવાર ગુંજા (ચણોઠી) તથા મુક્તાફળના હાર તથા વલ્કલના વસ્ત્રને ધારણ કરનારી, મયૂરપીંછના મુગટને પહેરનારી, પ્રિયંગુલતા સમાન ભાસુર, (૯૪૭)
કિલ્લામાં અને નિકુંજમાં તારી સાથે ફરનારી અને નિર્ઝરણાનું