________________
૭૨
સમ: સઃ
केचित् पौषधतन्निष्ठा, मृत्युदा अपि वेदनाः । सहन्तेऽन्यत्वभावेन, राजन् ! शिखरसेनवत् ॥९२०॥ तथाहि मिथिलापुर्यां, विजयी विनयी नयी । राजा विजयधर्माख्यश्चन्द्रधर्माऽस्य वल्लभा ॥९२१॥ अन्येधुरनवद्याङ्गी, खेलन्ती सममालिभिः । विशिष्टलक्षणाधारा, स्त्रीरत्नमिति कश्चन ॥९२२॥ व्यामोह्य विद्यया लोकान्, विद्यासाधनहेतवे ।
जहेऽन्तःपुरमासीनां, चन्द्रधर्मां निशामुखे ॥९२३।। (युग्मम्) પોષધવ્રત કહે છે. (૯૧૯)
હે રાજન્ ! પૌષધવ્રતમાં સ્થિત રહેલા કેટલાક ધીરજનો શિખરસેનની જેમ મરણાંત કષ્ટને પણ અન્યત્વભાવથી સહન કરે છે. (૯૨૦) તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. - અગ્યારમાં પૌષધવ્રત ઉપર શિખરસેનની કથા.
વિજયધર્મરાજાની પત્નીનું અપહરણ. મિથિલાનગરીમાં વિજયી, ન્યાયી, વિનયી વિજયધર્મ રાજા રાજય કરતો હતો. તેને ચંદ્રધર્મા રાણી હતી. (૯૨૧)
એકવાર તે સૌંદર્યવતી રાણી પોતાની સખીઓ સાથે ક્રીડા કરતી હતી. એવામાં વિશિષ્ટ લક્ષણયુક્ત આ સ્ત્રીરત્ન છે. (૯૨૨)
એમ ધારી વિદ્યાથી સર્વને વ્યામોહ પમાડી અંતઃપુરમાં બેઠેલી ચંદ્રધર્માનું વિદ્યાસાધનને માટે કોઈ વિદ્યાધરે અપહરણ કર્યું. (૯૨૩)