________________
७२४
श्री मल्लिनाथ चरित्र
तयोश्चन्द्रयशाः पुत्री, वल्लभा निजजीववत् । पैतृके साऽर्हतो धर्मे, नाऽकार्षीद् वासनां क्वचित् ॥८४८॥
कलिकाननकन्दल्या, पैशून्याऽशून्यचित्तया । यशोदेववणिक्पल्या, ब्रह्मसुन्दरीसंज्ञया ॥ ८४९||
गृद्धया कामभोगेषु, सदाचारपथद्विषा । तस्या अजायत प्रीति:, सख्यं तुल्ये स्मृतं यतः ||८५०॥ युग्मम्
वत्सेऽनया समं सख्यं, न श्रेयांसि समाश्रयेत् ।
न तथोद्योतकृद् रत्नं, सर्पमूर्ध्नि यथा भये ॥८५१ ॥
તેને શીલમાં ધુરંધર પુરંદરયશા નામે પત્ની હતી. (૮૪૭)
તેને પ્રાણપ્રિયા ચંદ્રયશા પુત્રી હતી. તે પોતાના વંશપરંપરાગત ચાલી આવતા આર્દતધર્મમાં જરાય માનનારી નહોતી. (૮૪૮)
એકવાર કલહવનની કદલી સમાન, પૈશૂન્ય વ્યાસચિત્તવાળી, કામભોગમાં આસક્ત, સદાચારમાર્ગના શત્રુ સમાન બ્રહ્મસુંદરી નામની કોઈ યશોદેવ વણિકની પત્ની સાથે તેને મિત્રતા થઈ. કારણ કે મિત્રતા સમાન સ્વભાવવાળાને જ થાય છે. (૮૪૯-૮૫૦)
આ હકીકત જાણી તેના માબાપ તેને અટકાવવા લાગ્યા હતા કે, “હે વત્સે ! એની સાથે તારે મિત્રતા કરવી એ શ્રેયસ્કર નથી. સર્પના મસ્તક ઉપર રહેલું રત્નઉદ્યોતકારી હોતું નથી. (૮૫૧)
પણ ભય કરનારૂં હોય છે.” આ પ્રમાણે અટકાવવા છતાં તે તેની મિત્રતાથી નિવૃત્ત ન થઈ. પ્રાયઃ જેને માટે અટકાવવામાં