________________
७३६
श्री मल्लिनाथ चरित्र अहो ! ते मूर्खता भद्रावादीद् यन्नियमो मम । स्वस्थावस्थासु कर्तव्यं, व्रतस्य परिपालनम् ॥९०५॥ भद्र ! धर्मप्रभावात्ते, भूयाद् रक्षा निशान्तरे । वयं नु सधना यामो, नश्यतां नास्ति भीः क्वचित् ॥९०६।। वैदेहा अपरे सार्थमादाय रजनीमुखे । भीत्या मृगा इवाऽनश्यन्नास्ति मृत्युसमं भयम् ॥९०७॥ तेषां प्रणश्यतामद्धमार्गे भिल्ला उदायुधाः । आययुः संमुखं मूर्ताः, कालरात्रिसुता इव ॥९०८॥ अथ तैर्वेष्टितः सार्थः, शरीरीवोग्रकर्मभिः ।
कृतोः गृहीतसारश्च प्रहतः प्रस्तरादिभिः ॥९०९॥ અત્યારે નિયમ લઈ બેઠા છો. સ્વસ્થ અવસ્થામાં વ્રત લેવું અને પાળવું જોઈએ. (૯૦૫)
હવે જો તમારે અહીં જ રહેવું છે તો રાત્રે ધર્મના પ્રભાવથી તમારો બચાવ થાઓ. અમે તો માલ સહિત ચાલ્યા જઈશું. કારણ કે ભાગતા લોકોને ભય નડતો નથી. (૯૦૬)
આમ કહી રાત્રિના પ્રારંભમાં જ બીજા વૈદેશિક લોકો પોતાના સાર્થને સાથે લઈ ભયથી મૃગલાની જેમ ચાલી નીકળ્યા. અહો ! મરણ સમાન બીજો કોઈ ભય નથી. (૯૦૭).
ભાગતા એવા તે લોકોને એવામાં અડધારસ્તે સામે કાળરાત્રિના પુત્ર જેવા ભીલો આયુધો લઈ સામા મળ્યા (૯૦૮)
અને ઉગ્રકર્મોથી આત્માની જેમ તેમણે સાર્થને ઘેરી લીધો. પછી તમામ સામાન લૂંટી લઈ પાષાણ વિગેરેથી તેમને મારવા લાગ્યા. (૯૦૯)