________________
७३०
श्री मल्लिनाथ चरित्र
जातिस्मरणमुत्पेदे, संवेगः प्रासरद् हृदि । યિદ્રાવતિ ! વિનષ્ટ, મમ માંઽસ્તિ સામ્પ્રતમ્ II૮૭૭II
ऊचे प्रवर्तिनी वत्सेऽहोरात्रमिति कर्म ते । अथाऽख्यदेषा मे प्राणनाथो ज्ञास्यति मां कथम् ? ||८७८||
इदानीं जातशङ्कस्ते, प्रियो निशि कथञ्चन ।
प्रतिमां तीर्थनाथस्य समीपस्थां करिष्यति ॥ ८७९ ॥
',
तां दृष्ट्वा यक्षिणी, दूरादपयास्यति दस्युवत् । जिनार्चायाः पुरो यस्मान्न दुष्टाः स्थातुमीश्वराः ||८८०॥
પરિત્રાજિકાનાં ચૂર્ણ વિગેરે તમામ હકીકત કહી સંભળાવી. તેથી તેનો મોહાંધકાર દૂર થયો. અને બોધિબીજ પ્રકાશિત થયું (૮૭૬)
તેને જાતિસ્મરણજ્ઞાન થયું. પોતાના પૂર્વભવ દીઠા તેથી તેના હૈયામાં વિશેષ સંવેગભાવ વિસ્તાર પામ્યો. એટલે એ બોલી કે, (૮૭૭)
“હે ભગવતી ! હજી એ ક્લિષ્ટ કર્મ કેટલું બાકી છે ?” સાધ્વીએ કહ્યું કે, “હે વત્સ ! એ તારૂં કર્મ હવે એક અહોરાત્ર પ્રમાણ બાકી છે.” તે બોલી કે, “મારો પતિ મને શી રીતે ઓળખી શકશે ?'' (૮૭૮)
સાધ્વીએ કહ્યું કે, “અત્યારે પેલી કુત્રિમ રૂપધારિણી ઉપર તારો પતિ શંકિત થયો છે. તેથી તારો સ્વામી રાત્રે પોતાની પાસે ગુપ્તરીતે જિનેશ્વરની પ્રતિમાં રાખશે. (૮૭૯)
તેને જોઈ ચોરની જેમ તે યક્ષિણી દૂર ભાગી જશે. કારણ કે દુષ્ટદેવદેવીઓ જિનપ્રતિમાની પાસે રહી શકતા નથી.” (૮૮૦)