________________
७२६
श्री मल्लिनाथ चरित्र अत्रास्ति धर्मधीर्नाम, पुरः प्रव्राजिका बहिः । बहुश्रुता सप्रभावा, चाऽस्मिन् कर्मणि कर्मठा ॥८५७।। अथ द्वाभ्यां तत्र गत्वा, पूजयित्वा धनादिभिः । पत्युर्वृत्तान्त आख्यातः, साऽवादीन्मा विषीदताम् ॥८५८॥ ब्रह्मसुन्दर्यथोवाचाऽनुगृहीता त्वयाऽम्बिके ! । युक्तं परोपकाराय, प्रवर्तन्ते भवादृशाः ॥८५९।। अथोच्चाटननामौच्चैश्चूर्णं प्रवाजिका रहः । अदाच्च चन्द्रयशसे, दुष्टकर्मेव मूतिमत् ॥८६०॥ तद्योगचूर्णमाहात्म्यात्, शिरसि क्षेपणात् पतिः । विरक्तो मदिरावत्यां, रक्तश्चन्द्रयशस्यभूत् ।।८६१॥
જો અહીં નગરની બહાર ધર્મધી નામે એક જોગણી છે. તે બહુશ્રુત પ્રભાવવાળી અને આવા કાર્ય કરવામાં અત્યંત કુશળ છે. (૮૫૭)
માટે આપણે તેની પાસે જઈએ.” આમ વિચારી તે બંને તેની પાસે ગઈ અને ધનાદિકથી તેનો સત્કાર કરી ચંદ્રયશાએ પોતાના પતિનો વૃત્તાંત કહી સંભળાવ્યો. એટલે તે બોલી કે, “તમે ખેદ ન કરો. (૮૫૮)
હું તેનો ઉપાય કરીશ. એટલે બોલી કે, હે માત ! અમારી ઉપર તમે મોટો અનુગ્રહ કર્યો. આપના જેવા તો પરોપકારમાં જ પ્રવર્તે છે. (૮૫૯)
પછી તે પરિવ્રાજિકાએ સાક્ષાત દુષ્ટ કર્મસમાન ઉચ્ચાટન નામે ચૂર્ણ ચંદ્રયશાને આપ્યું. (૮૬૦)
તે ચૂર્ણ પતિના શિર પર નાંખવાથી તે ચૂર્ણના મહામ્યવડે તે મદિરાવતી પરથી વિરક્ત થયો. (૮૬૧)
=
:-)