________________
७२२
श्री मल्लिनाथ चरित्र सामायिकव्रतं चक्रे, यथाऽनेन महीभुजा । तथाऽन्यैरपि कर्तव्यमिदं सर्वसुखप्रदम् ॥८३८॥ दिग्वते योऽवधिश्चक्रे, तत्संक्षेपो दिने दिने । देशावकाशिकं तत् स्यात्, शिक्षाव्रतं द्वितीयकम् ।।८३९॥ देशावकाशिकं यस्तु, परिपालयति व्रतम् । स सुखी जायते धीमान्, धनसेनधनेशवत् ॥८४०॥ तथाहि रत्नखेटाख्ये, खेटे रत्नधनाभिधः । श्रेष्ठी श्रेष्ठमतिस्तस्य, धनसेनसुतोऽजनि ॥८४१॥ स सर्वदा नीचसेवी, स्वभावेन विदूषकः । परापवादतन्निष्ठः साधूनामपि दूषकः ॥८४२।। ભવ્યજીવોએ પણ સર્વસુખને આપનાર એવું તે વ્રત ગ્રહણ કરી તેવીજ રીતે પાળવું જોઈએ. (૮૩૮)
ઇતિ સામાયિકવ્રતે ચંદ્રાવસક કથા. હવે છઠ્ઠા દિગ્ગતમાં એટલે દિશાઓ સંબંધી જવા આવવામાં જે મર્યાદા બાંધેલ હોય તેમાં દિવસે દિવસે સંક્ષેપ કરવો તે બીજું દેશાવકાશિક શિક્ષાવ્રત છે. (૮૩૯)
જે પ્રાણી દેશાવકાશિકવ્રતને આચરે છે. તે ધીમાન ધનસેન શેઠની જેમ સુખી થાય છે. તે કથા આ પ્રમાણે છે. (૮૪૦)
દેશાવકાસિક વ્રતોપરી ધનસેન શેઠની કથા. રત્નખેટ નામના ખેટ (નગર)માં રત્નધન નામે સારી મતિવાળો શેઠ હતો. તેને ધનસેન નામે પુત્ર હતો. (૮૪૧)
તે સર્વદા નીચનો ભંગ કરનાર, સ્વભાવે જે વિદૂષક, પરાપવાદમાં કુશળ અને સજ્જનોના દોષ કહેનારો હતો. (૮૪૨) ૨. સાિતિ પર: પાd: I