________________
६७६
श्री मल्लिनाथ चरित्र मुनिपतिमुद्दिश्य, व्याजहारेति कोमलम् । आशापिशाची सुदृढा, तया व्याप्तं जगत्त्रयम् ॥६१५॥ चिन्ताचक्रसमारूढो, योगदण्डसमाहतः । प्राच्यकर्मकुलालेन, भ्राम्यते घटवद् नरः ॥६१६।। आतपच्छाययोर्यद्वत्, सहाऽवस्थानलक्षणः । विरोधस्तद्वदत्राऽपि, विज्ञेयः सुखवाञ्छयोः ॥६१७।। वाञ्छा चेन सुखं जन्तोस्तदभावे परं सुखम् । न भूतानि न भावीनि, सुखानि सह वाञ्छया ॥६१८॥ जीवान्निरागसो घ्नन्ति, मृषावादं वदन्ति च ।
कुर्वन्ति कूटदम्भादि, वञ्चयन्ति निजानपि ॥६१९॥ લોક વ્યાપ્ત છે. (૬૧૫)
પૂર્વકૃત કર્મરૂપી કુલાલ (કુંભકાર) જીવોને ચિંતારૂપ ચક્ર પર ચઢાવી યોગરૂપદંડથી તેનો આઘાત કરી ઘટની જેમ ભમાવે છે.
(૬૧૬).
જેમ આતાપના અને છાયા સાથે ન રહી શકે તેમ સંસારમાં સુખ અને વાંછા એકત્ર રહેતા નથી. (૬૧૭).
જો વાંછા હોય તો સુખ સંભવતું નથી. અને પરમસુખ વાંછાના અભાવમાં સંભવે છે. વાંછા અને સુખ કદાપિ સાથે રહી શકતા નથી. (ન ભૂતો ન ભવિષ્યતિ) (૬૧૮)
લોભાંધ થઈ પરદ્રવ્ય ગ્રહણ કરવા ઇચ્છુક અને લજ્જારહિત પુરુષો શું શું કરતા નથી ? એવા જીવો નિરપરાધી જીવોનો સંહાર કરે, જૂઠું બોલે, ફૂડ કપટ કરે, બીજાઓને છેતરે, (૬૧૯)
પોતાના પૂજયજનોનો દ્રોહ કરે વિશ્વાસુ લોકોનો વિનાશ કરે,