________________
૭૦૪
श्री मल्लिनाथ चरित्र प्रछनीभूय सूर्यस्य, मन्दिरेऽस्थाद् वणिग्वरः । इतोऽभ्यागाल्लोभनन्दी, छात्रेण विनिवेदितः ॥७५१॥ आख्याय पूर्ववृत्तान्तं, श्रेष्ठिनोदितमीदृशम् । निरूपय निजां होरां, निर्वाहो भविता नवा ॥७५२॥ होरां विचार्य सोऽप्यूचे, यदीदं पोतनायकः । वक्ष्यते वचनं प्राज्ञस्तदा तव किमुत्तरम् ? ॥७५३॥ न किञ्चित् शोभनं भद्र !, भविता प्रत्युताऽऽपदं । श्रुत्वेति शून्यधीः प्राप, मन्दिरं श्रेष्ठिसुन्दरः ।।७५४॥ अथाख्यत् तस्य पार्श्वस्थश्छात्रः पात्रं महाधियाम् । होराज्ञानस्य तत्त्वार्थं, पुनः पाठय मां प्रभो ! ॥७५५।।
તે ત્યાં જઈ ગુપ્ત રીતે બેસી રહ્યો એવામાં લોભનંદી ત્યાં આવ્યો. એટલે એક વિદ્યાર્થીએ તેનું આગમન ભટ્ટને નિવેદન કર્યું. (૭૫૧)
લોભનંદીએ પોતાનો પૂર્વવૃત્તાંત જણાવીને કહ્યું કે, “હે ભટ્ટજી ! તમે જ્યોતિષ તપાસીને કહો કે મારી ઇચ્છા પાર પડશે કે નહિ? (૭૫૨)
એટલે તેણે હોરા જોઈને કહ્યું કે, હે ભદ્ર ! જો તે શ્રેષ્ઠી તને આ પ્રમાણે કહેશે તો (ગુપ્તપણે શેઠને સમજાવ્યું હશે તેમ જણાય છે.) તું શું જવાબ આપીશ ? (૭૫૩)
માટે હે ભદ્ર ! શુભ તો થવું દુર રહ્યું ઉલટું સંકટ આવી પડ્યું. તે સાંભળી શૂન્ય મનસ્ક બની તે પોતાના ઘરે ગયો. (૭૫૪)
આ બાજુ મહાબુદ્ધિના પાત્ર પાસે બેઠેલા એક વિદ્યાર્થીએ