________________
૭૦૭
સમ: સ:
वहन्तीं नासिकां वामां, दक्षिणां चाभिसंस्थितः । यदि पृच्छेत् तदा पुत्रो, रिक्तायां तु सुता भवेत् ॥७६६।। पार्थिवे जीवविज्ञानं, मूलज्ञानं जलेऽनिले । आग्नेये धातुविज्ञानं, व्योम्नि शून्यं विनिर्दिशेत् ॥७६७।। एवं तं पाठयन्नस्ति, मन्त्र्यागाद् वञ्चनामतिः । पूर्ववत् कथयामास, स पूर्ववदभाषत ॥७६८॥ अथ चर्मकृति प्राप्ते, पूर्ववद् गदिते सति । मन्त्री कृष्णमुखो जातो, मृतज्येष्ठसुतो यथा ॥७६९।। રોગોથી પીડાવા છતાં પણ તે રોગી અવશ્ય જીવશે એમ જાણવું. (૭૬૫)
નાસિકા ડાબી બાજુએ વહેતી હોય કે જમણી બાજુએ વહેતી હોય તે વેળા વહેતી વાડી તરફની બાજુએ રહીને જો પૂછે તો પુત્ર થશે એમ કહેવું અને ન ચાલતી નાડીની બાજુએ રહી પૂછે તો પુત્રી થશે એમ કહેવું. (૭૬૬).
પૃથ્વીમાં જીવવિજ્ઞાન, જળ અને વાયુમાં મૂળજ્ઞાન, અગ્નિમાં ધાતુવિજ્ઞાન અને આકાશમાં શૂન્ય એમ કહેવું. (૭૬૭)
(આ હકીકત પૃથ્વી વિગેરે તત્ત્વસંબંધી જણાય છે. નાડી સાથે તત્ત્વોનું વહન પણ જોવાય છે.)
આ પ્રમાણે પોતાના શિષ્યને જણાવતો હતો. એવામાં વચનામતિ મંત્રી ત્યાં આવ્યો અને પ્રથમની જેમ તેણે પણ વાત કરી. એટલે ત્રિલોચને પણ પૂર્વની જેમ જ જવાબ આપ્યો. (૭૬૮)
પછી મોચી આવ્યો તેને પણ ત્રિલોચને પૂર્વની જેમ જ જવાબ આપ્યો. એટલે જાણે પોતાનો મોટો પુત્ર મરણ પામ્યો હોય તેમ