________________
७१६
श्री मल्लिनाथ चरित्र ध्यात्वेति विनिवृत्तोऽसौ, प्रातस्तारेन्दुमन्दिरम् । यावद्गच्छति तावत्स, मूकं लोकं विलोकते ॥८१०।। अथाऽपृच्छत् कथं लोको, गतासुरिव दृश्यते ! । ततः कश्चिन्नरोऽवोचद्, दाहोऽभूद् श्रेष्ठिनस्तनौ ॥८११॥ तल्लोभनन्दिनो नूनं, विस्पष्टं दुष्टचेष्टितम् । यतोऽभिचारमन्त्राणां, माहात्म्यं हि निरर्गलम् ॥८१२॥ तत् ज्ञात्वा रत्नचन्द्रस्य, नरेन्द्रस्यान्तिके गतः । तत् सर्वं कथयामास, तदीक्षामास भूपतिः ॥८१३॥
આ પ્રમાણે ચિંતવીને ચૌર્યકર્મથી નિવૃત્ત થઈ પ્રભાતે તે તારાચંદ્ર શેઠના ઘરે તે વાત કહેવા ચાલ્યો. એવામાં તેણે કેટલાક લોકોને મુંગા મુંગા ચાલ્યા આવતા જોયા (૮૧૦)
તારાચંદ્ર શેઠ ઉપર આપત્તિ.
કષ્ટદાયી લોભનંદીઉપર મહાપત્તિ. એટલે તેણે પૂછ્યું કે,”આ લોકો પ્રાણવિનાના હોય તેમ કેમ જાણાય છે ? તે સાંભળી એક માણસે તેને જવાબ આપ્યો કે, તારાચંદ્ર શેઠના શરીરમાં દાહ થયો છે.” (૮૧૧).
તે સાંભળી ધન વિચારવા લાગ્યો કે, અહો ! ખરેખર આ લોભનંદીની દુષ્ટચેષ્ટાનું જ પરિણામ છે. કારણ કે તેવા મંત્રોનું માહાસ્ય નિરર્ગલ હોય છે. (૮૧૨)
પછી તે તુરત રત્નચંદ્રરાજાની પાસે ગયો. અને રાત્રે જોયેલી બધી હકીકત તેણે રાજાને કહી સંભળાવી, રાજા તરત જ લોભનંદીને ત્યાં તેની સાથે ગયો તો તેના કહ્યા મુજબ બધુ જોયું. (૮૧૩)