________________
७१९
HH: સ: नगरं नाम साकेतं, सङ्केतगृहवत् श्रियाम् । चन्द्रावतंसकस्तत्र, नृपतिः समजायत ।।८२३।। हिमवृष्टिं विकुर्वाणः, स्तनयित्नुरिवाधिकम् । पद्मिनीमानलुण्टाकः, शिशिरर्तुरवातरत् ॥८२४॥ शिशिरे वर्तमानेऽस्मिन्, माघमासेऽनघाशयः । रजन्यामगमद् राजा, वासवेश्म गतस्मयः ॥८२५।। विधिवद् भावनालीनो, राजचिढ़विवर्जितः । दण्डकोच्चारसम्पूर्णमादात् सामायिकं व्रतम् ॥८२६।। प्रज्वलिष्यति दीपोऽसौ, यावद् ध्वान्तविलोपकः । स्पर्धयेव मया तावत्, स्थेयं ध्यानवता सता ॥८२७|| ચંદ્રાવતંસક નામે રાજા રાજ્ય કરતો હતો. (૮૨૩)
એકવાર મેઘની જેમ અધિકહિમવૃષ્ટિ કરનાર તથા પદ્મિનીની શોભાને લૂંટનાર શિશિરઋતુ આવી. (૨૪)
એ શિશિરઋતુના માઘમાસમાં અહંકાર રહિત અને નિર્મળ આશયવાળો તે રાજા એકવાર રાત્રે પોતાના આવાસ ભવનમાં આવ્યો. (૮૨૫)
રાજચિન્હોનો ત્યાગ કરી ભાવના સહિત વિધિપૂર્વક દંડકોચ્ચાર કરી (કરેમિભંતે ઉચ્ચરી)ને તેણે સામાયિક ગ્રહણ કર્યું. (૮૨૬)
તે સમયે તેણે એવો પણ નિયમ લીધો કે-જયાં સુધી અંધકારનો નાશ કરનાર આ દીપક જલતો રહે (તેની ઉપર ઉજેહી ન આવે તેવી રીતે દૂર દીપક રાખેલ હોય તેવો સંભવ છે.) ત્યાં સુધી મારે ધ્યાનસ્થ રહેવું.” (૮૨૭)
આમ ચિંતવીને સામાયિકથી પવિત્ર થયેલા તથા આર્ત,