________________
६८७
સતH: : शय्यादानप्रभावेण, भवाब्धि तरति क्षणात् । अतः शय्यातरस्तीर्थंकरैः सर्वैरुदाहृतः ॥६७०।। निशम्येति मुनिप्रोक्तमभ्यधत्तां मुनीन् प्रति । असावुपाश्रयः साधू !, गृह्यतां विधिपूर्वकम् ॥६७१।। तत्राऽस्थुः सूरयः श्रीमत्सिद्धान्तार्थस्य वाचनाम् । वितन्वानाः समाधानं, सावधानस्वमानसाः ॥६७२।। तावपि शृणुतः स्मोच्चैः, सिद्धान्तध्वनिमुत्तमम् । अशृण्वानौ पदव्याख्यां, दृष्टान्तस्थितिशालिनीम् ॥६७३॥
જન્મ, કીર્તિ અને લોકસમાજમાં માન પામે છે. (૬૬૯)
શય્યા (વસતિ) દાનના પ્રભાવથી તે સંસાર સાગરથી સત્વર તરી જાય છે. એટલા માટે સર્વ તીર્થકરોએ તેને શય્યાતર કહેલો છે. (૬૭૦)
આ પ્રમાણે મુનિકથન સાંભળી તે બંને ભાઈઓ બોલ્યા કે, “હે મહાત્માઓ વિધિપૂર્વક આ ઉપાશ્રયનો આપ સ્વીકાર કરો.” (૬૭૧).
એટલે શ્રીસિદ્ધાંતની વાચના કરતા અને પોતાના મનને સમાધિસ્થ રાખતા આચાર્ય ભગવંત સાધુઓ સાથે ત્યાં રહ્યા. (૬૭ર)
પછી દષ્ટાંતની સ્થિતિથી સુશોભિત એવી પદવ્યાખ્યાને વ્યક્ત ન સાંભળતાં તે બંને સિદ્ધાંતના માત્ર ઉત્તમ ધ્વનિને જ સારી રીતે સાંભળતા હતા. (૬૭૩)
અનુક્રમે વર્ષાકાળ વ્યતીત થયો. કાદવ બધો સૂકાઈ ગયો,