________________
६९२
श्री मल्लिनाथ चरित्र तदीयविषदानस्य, शङ्क्या पादचारतः । अस्तपर्वतमारुह्य, पपाताऽम्भोनिधौ रविः ॥६९४।। प्रसस्ने तिमिरैविष्वग्, नागपूगानुजैरिव । घूकै घुषिरे भीमै, रक्षोमङ्गलतूर्यवत् ॥६९५।। अथोभयेऽपि मिलितास्तस्कराः क्रूरचेष्टिताः । परस्परं निजं वस्तु, प्राभृतं विदधुस्तदा ॥६९६।। स्वामिनौ ! पश्यतामेतत्सुस्वादरसपेशलम् । अथोचतुर्महाभागौ, निषेधो रात्रिभोजने ॥६९७॥
મરી જાય તો આપણી લૂંટમાંથી તેમનો ભાગ પાડવો ન પડે.” આમ વિચારી અતિમૂદુ દારૂમાં ગંધધૂલિની જેમ તેણે વિષ મેળવી દીધું. (૬૯૩)
એ વખતે તેમના વિષદાનની શંકાથી જ ન હોય? તેમ સૂર્ય પણ અસ્તાચલ પર આરૂઢ થઈ સમુદ્રમાં ડૂબી ગયો. (૬૯૪)
એટલે ચારેબાજુ અંધકાર વ્યાપી ગયો. નાગના સમૂહ સમાન ભયંકર ધૂવડ પક્ષીઓ રાક્ષસોના મંગલવાઘની જેમ ચોતરફ ઘોષ કરવા લાગ્યા. (૬૯૫)
તે સમયે કૂરચેષ્ટાવાળા બંને પક્ષના તસ્કરો એકઠા મળ્યા અને પરસ્પર તેમણે પોતપોતાની વસ્તુ હાજર કરી (૬૯૬)
તેઓએ તેમના ઉપરીને કહ્યું કે, “હે સ્વામિન્ ! આ બહુજ સ્વાદિષ્ટ વસ્તુઓ છે. માટે તેનો સ્વાદ તો જુઓ.” એટલે તે મહાભાગ બોલ્યો કે, “અમારે રાત્રિભોજનનો ત્યાગ છે.” (૬૯૭)
આથી તે પરિજનો ફરી બોલ્યા કે, “હે સ્વામિન્ ! સ્વસ્થ અવસ્થામાં આપણે સ્થાને રહીએ ત્યારે એ નિયમ બરાબર પાળજો.