________________
६४२
श्री मल्लिनाथ चरित्र ततो द्वावपि तौ तत्र, वरत्रालम्बिताविव । द्वितीयोत्पत्यकाप्राप्तौ, निर्यातौ च बहिस्ततः ॥४५२।। इतश्च चलितौ तस्मात्, प्रेतेशसदनादिव । प्राप्तः शोणेक्षणो योगी, मदिरामदमत्तवत् ॥४५३।। ततश्च दण्डमादाय, डुढौके योगवित् तयोः । तावपि प्रसृतप्राणौ, चलतः स्म महाभुजौ ॥४५४।। भल्लाभल्लि मुष्टामुष्टि, दण्डादण्डि भुजाभुजि । अभूत्तेषां महायुद्धं, प्रेक्षणीयमिवान्तकम् ॥४५५।। बद्धस्ताभ्यां दृढं योगी, कन्दलीजालरज्जुभिः । यत्क्रियेताऽस्य तद् न्यूनं, शठे हि शठता मता ॥४५६।।
એટલે જાણે એક પ્રકારનું આલંબન મળ્યું હોય તેમ તે બંને તેમાં દાખલ થયા અને તે માર્ગે કુપિકામાંથી બહાર નીકળી ગયા. (૪પર)
યમસદન સરખા તે સ્થાનમાંથી નીકળી આગળ ચાલતાં મદિરાપાનથી મદમત્ત થયેલાની જેમ રક્ત આંખોવાળો પેલો યોગી તેમને મળ્યો. (૪પ૩)
એટલે યોગી દંડ લઈ તેમની સામે ધસ્યો. મહાબાહુવાળા તે બંને પણ મરણીયા થઈ તે યોગીની સામે ધસ્યા. (૪૫૪)
પછી તેમની વચ્ચે યમના નાટક સરખા ભલ્લાભલ્લિ, મુષ્ટામુષ્ટિ, દંડાદંડી, ભુજાભુજીનું મહાયુદ્ધ થયું. (૪૫૫)
પરિણામે તેમણે લતાજાળની દોરીથી તે યોગીને મજબૂત બાંધી લીધો. એ દુષ્ટને જે કરવામાં આવે તે ઓછું હતું. કેમ કે શઠની સામે શઠતા વાપરવી એવો નીતિકારનો નિયમ છે. (૪૫૬)