________________
સમ: સઃ इतश्च नाहलैर्बद्ध्वा, गृहीत्वाऽलाबु चापरम् । कथञ्चिद् विमुमुचाते, स्मृताभीप्सितदैवतौ ॥४६६॥ यद्ययं रसः संप्राप्तस्तथापि विधिवल्गितात् । प्रनष्टः किमभाग्यानां, करस्थमपि याति न ? ॥४६७।। उपाया बहवोऽस्माभिर्विहिता दुष्करा अपि । परं भाग्येतरं याति, दूरतः पुरतः स्थितम् ॥४६८॥ ध्यात्वेति पर्यटन्तौ च, धावित्वा नाहलैः पुनः । धृत्वा धृत्वा पद्रदेव्या, निक्षिप्तौ गर्भवेश्मनि ॥४६९।।
એવામાં ભીલ લોકો મળ્યા. તેમણે તેમને બાંધી બીજું તુંબડું લઈ લીધું અને ઇષ્ટદેવતાનું સ્મરણ કરવાથી તેમને મહામુશીબતે મુક્ત કર્યા. (૪૬૬)
એટલે તે બંને ચિંતવવા લાગ્યા કે, “અહો ! આ રસ આપણને પ્રાપ્ત થયો પણ દૈવયોગે તે ગુમાવ્યો. ભાગ્યહીન માણસોના હાથમાં રહેલી વસ્તુ પણ શું ચાલી જતી નથી ? (૪૬૭)
જો કે આપણે ઘણા દુષ્કર ઉપાયો કર્યા છતાં પણ દુર્ભાગ્યના કારણે – નિભંગી આપણને પ્રાપ્ત થયેલી વસ્તુ આપણાથી દૂર થઈ ગઈ. (૪૬૮)
આ પ્રમાણે ચિંતવતા તેઓ તેટલામાં ભ્રમણ કરતા હતા. એટલામાં ફરી ભીલોએ આવી તેમને પકડી પદ્રદેવીના ગભારામાં પૂરી દીધા (૪૬૯).
એટલે તેમણે પહેરેગીરોને કહ્યું કે, “અમારો ઔષધસંચય અને સર્વસ્વ રસ લઈ લીધો છતાં પણ શા માટે ફરીને પકડ્યાં