________________
६५१
સમ: સ:
तृष्णा खानिरगाधेयं दुष्परा केन पूर्यते ? । या महद्भिरपि क्षिप्तैर्भूयो भूयो विवर्धते ॥४९५॥ च्युता दन्ताः सिताः केशा, वाग्विरोधः पदे पदे । पातसह्यममुं देहं, तृष्णा साध्वी न शाम्यति ॥४९६।। प्रभूतैरपि संप्राप्तैरथैस्तृष्णा न शाम्यति । हविषा कृष्णवर्मेव, भूयो भूयः प्रवर्धते ॥४९७।। पादसंवाहनादीनि, वेश्यानामपि कुर्वते । अवन्द्यमपि वन्दन्ते, उच्छिष्टमपि भुञ्जते ॥४९८।। अकृत्यमपि कुर्वन्ति, कृत्यमपि त्यजन्त्यलम् । लोभाभिभूता मनुजाः, किं किं नाम न कुर्वते ? ॥४९९।।
તો પણ આ તૃષ્ણારૂપ અગાધ ખાડો જ બહુધન હોવા છતાં તેને કોણ પૂરી શકે તેમ છે ? જે ખાડામાં બહુધન નાંખવા છતાં તે પુરાતો નથી. (૪૯૫)
પણ વધ્યા જ કરે છે. દાંત પડી ગયા, કેશ સફેદ થયા, ચાલતા ડગલે પગલે સ્કૂલના થવા લાગી, દેહ પડવાથી તૈયારી થઈ. છતાં તૃષ્ણા શાંત થતી નથી. (૪૯૬)
ઘણું ધન પ્રાપ્ત કરવા છતાં તૃષ્ણા શાંત થતી નથી પણ ઘી હોમવાથી અગ્નિની જેમ ફરી ફરી વૃદ્ધિ પામ્યા કરે છે. (૪૯૭) - વલી લોભથી પરાભવ પામેલા લોકો શું શું નથી કરતા? વેશ્યાના ચરણ ચાંપવા, અવંદનીયને પણ વંદન કરવું, ઉચ્છિષ્ટ ભોજન કરવું, (૪૯૮).
અકૃત્ય આચરવું અને પોતાના કર્તવ્યનો ત્યાગ કરવો વગેરે અકાર્ય કરવા તેઓ તૈયાર થાય છે. (૪૯૯).