________________
६५३
સનમ: સ:
મુને ! યુૐ તત: તું, સાધુ સાર્ધમાéળમ્ ! विद्यया वित्तदानैर्वा, यतो सिद्धान्तगीरिति ॥५०५॥
अन्योन्यदेशजन्मानस्त्वन्यान्याहारवद्धिताः । जिनशासनसंपन्नाः, सर्वे ते बान्धवा मताः ॥५०६॥ ततः कुष्टरुजाहन्तु, वलयं सन्महौषधेः । अर्पयामास ताभ्यां स, सत्ये मुह्यन्ति नोत्तमाः ॥५०७॥ धन्यौ स्तः कृतपुण्यौ स्तः, सुलब्धजन्मजीवितौ ।
यदयं तीर्थकृद्धर्मः, संप्राप्तो दिव्यरत्नवत् ।।५०८।। નામના આ બે મહાશયો છે (૫૦૪)
હે ભદ્ર ! વિદ્યા અને વિત્તના દાનથી તારે આ સાધર્મિકની સારી રીતે ભક્તિ કરવી યોગ્ય છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે, (૫૦૫)
અન્ય-અન્ય દેશમાં જન્મેલા તથા અન્ય અન્ય આહારથી વૃદ્ધિ પામેલા છતાં જિનશાસનને પામ્યા પછી તે બધાને બાંધવ કહેવામાં આવે છે.” (૫૦૬).
આ પ્રમાણે ગુરુમહારાજના ઉપદેશથી તે વિદ્યાધરે કુષ્ટરોગનાશક - મહૌષધિનું એક સરસ કંકણ તેમને આપ્યું. “ઉત્તમજીવો સત્ય ભલામણમાં મુંઝાતા નથી પણ તુરત જ તેનો અમલ કરે છે.” (૫૦૭)
પછી તે વિદ્યાધરે તેમને કહ્યું કે, “તમે ધન્ય છો. પુણ્યવંત છો. તમારું જીવન પણ સફળ છે કે તમને દિવ્યરત્નચિંતામણિ સમાન આ આહિતધર્મ પ્રાપ્ત થયો છે. (૫૦૮).
૨. સિદ્ધાન્ત-ત્ય