________________
६६०
श्री मल्लिनाथ चरित्र शब्दादिविषयाऽऽसक्ता, धर्ममार्गपराङ्मुखाः । अजरामरवद् मूढाश्चेष्टन्ते नष्टचेतनाः ॥५३८॥ विषयेषु निषीदन्तो, न जानन्ति हिताऽहितम् । शृण्वन्ति न हितं वाक्यमेडमूका इवानिशम् ॥५३९॥ आदौ हृद्यरसाऽऽस्वादाः, पर्यन्ते परितापिनः । विषया विषवत् त्याज्याः, पुंसा स्वहितमिच्छता ॥५४०॥ एकवारं विषं हन्ति, भुक्तमेव न चिन्तितम् । विषयाश्चिन्तनादेव, बहुधा च विनाशकाः ॥५४१॥ प्राप्ता अपि नरैः कामा, दुःखं ददति देहिनाम् । क्षणात्तुष्टाः क्षणाद् रुष्टा, गन्धर्वनगरोपमाः ॥५४२॥
હે રાજન્ ! વિષયસુખ પણ તેવું જ છે. શબ્દાદિ વિષયોમાં આસક્ત, ધર્મમાર્ગથી વિમુખ અને જ્ઞાનવિહીન મૂઢજનો અજરામરની જેમ ચેષ્ટા કરે છે. (૫૩૮)
વિષયોમાં સદા આસક્ત જીવો મૂંગા અને બધિરની જેમ પોતાના હિતાહિતને જાણતા નથી. (૫૩૯)
અને કોઈના હિતકારીવચનને પણ સાંભળતા નથી. પરંતુ પ્રારંભમાં મધુર લાગતાં અંતે પરિતાપદાયક વિષયોનો સ્વહિતેચ્છક જીવોએ વિષની જેમ ત્યાગ કરવા યોગ્ય છે. (૫૪૦)
વિષપાન એકવાર મારે પણ તેના ચિંતવનથી તો કાંઈ થતું નથી. પરંતુ વિષયો તો ચિંતનથી પણ અનેક પ્રકારે વિનાશકારી છે. (૫૪૧)
ગંધર્વનગરની જેમ ક્ષણવાર તુષ્ટમાન અને ક્ષણવાર રૂષ્ટમાન