________________
५६७
સતી: સઃ तन्न स्थापयति स्थाले, यत्प्रयाति गलात्परम् । कृतमासोपवासेव, शुभङ्करप्रियाऽजनि ॥८५।। आदेशैः कर्मभिः प्राज्यै, रोगैरिव कलेवरम् । तस्या दग्धमभूत् किं वा, जातरोगेव साऽभवत् ॥८६।। श्वशुरौकः स्वयं त्यक्त्वा, स पित्राऽऽवासमासदत् । अतिपूर्ण स्फुटत्येव, सत्यं लोकवचो यतः ॥८७।। वत्से ! श्वशुरवेश्माऽऽशु, गम्यतां स्थीयतां तु न । तातवेश्मनि पुत्रीणां, निवासे वचनीयता ॥८८||
તે નિરપરાધી વધુને નિરંતર પ્રહાર કરતી હતી. (૮૪)
વળી ગળાની નીચે સુખપૂર્વક ઉતરી શકે એવું કાંઈપણ ભોજન તેના થાળમાં તે પીરસતી નહોતી. તેથી જાણે એકમાસના ઉપવાસ કર્યા હોય તેવી તે ધારિણી દુર્બળ થઈ ગઈ. (૮૫)
વળી ઘણા રોગોથી શરીરની જેમ તેના ક્રૂર આદેશોથી અને બહુકામ કરવાથી તેનું શરીર દગ્ધ થઈ ગયું હતું. એથી રોગગ્રસ્તની જેમ અશક્ત લાગતી હતી. (૮૬)
છેવટે કંટાળીને તે સસરાના ઘરનો ત્યાગ કરી તેના પિતાના ઘરે ચાલી ગઈ.” અતિપૂર્ણ ઘડો છેવટે ફૂટે જ. “અતિ ઉગ્રપાપ પીપળે જઈને પોકારે” એ કહેવત સત્ય છે. (૮૭)
પિતા દીએ શીખ જાવો બેટી સાસરિયે.
લોકનિંદા થાય, ન રહીએ પિયરિયે ધારણીનો પિતા તેને શિખામણ આપવા લાગ્યો કે, “હે વત્સ ! સત્વર પાછી સાસરે જા. પિતાના ઘરે રહેવાથી પુત્રીઓ નિંદાપાત્ર થાય છે. (૮૮)