________________
સપ્તમ: સ:
तदा ते जीवितं राज्यं कृतरक्षं भविष्यति । अन्यथा ते शिलापातान्निपातो भविता द्रुतम् ॥३६०||
श्रुत्वेदं भीतभीतौऽसौ सपौरः पादचारतः । वध्यभूमीमनुप्राप्तो, गृहीतप्राभृतोत्करः || ३६१|| श्रेष्ठिन्निरपराधोऽपि, खेदितो यद्विमानतः ।
तत् क्षमस्व भवाशेषजीवानां जीवितप्रदः || ३६२॥
,
तत्प्रभावादिहाऽऽयान्ति देवता अपि पत्तिवत् । અસ્માતૃશા: યિન્માત્રા, નિવ્વિારમતæિ ! ? ||રૂદ્દા
,
कुम्भपृष्ठे समारोप्य, श्रेष्ठिनं श्रेष्ठितायुतम् ।
बभार स स्वयं मूर्धिन, विमलातपवारणम् ॥३६४॥
६२३
ધારણ કરે, (૩૫૯)
તો તારૂં જીવિત અને રાજ્ય નિર્ભય થાય અન્યથા આ શીલાપાતથી તારો અવશ્ય ઘાત જ થશે.” (૩૬૦)
આ પ્રમાણે સાંભળી ભયભીત થયેલો રાજા નગરજન સહિત હાથમાં ભેટલું લઈ પગે ચાલતો વધ્યભૂમિમાં આવ્યો (૩૬૧)
અને બોલ્યો કે, “હે શ્રેષ્ઠિનુ ! તમે નિરપરાધી છો અપમાનપૂર્વક મેં આપને ખેદ પમાડ્યો છે. તે ક્ષમા કરો અને સમસ્તજીવોને જીવિતદાન આપો. (૩૬૨)
હે નિર્વિકારીજનોમાં શિરોમણિ શેઠ ! આપના પ્રભાવથી પદાતિની જેમ દેવતાઓ પણ હાજર થયા છે. તો અમારા જેવાની તો શી ગણત્રી છે ? (૩૬૩)
આ પ્રમાણે કહી શ્રેષ્ઠતાયુક્ત શેઠને હસ્તીપીઠ ઉપર બેસાડી રાજાએ પોતે તેના મસ્તક ઉપર નિર્મળછત્ર ધારણ કર્યું (૩૬૪)