________________
६३४
पोतो यथाऽतिसंपूर्णो, मज्जत्येव महोदधौ । तथा परिमितिभ्रष्टः, संसारे दुस्तरे नरः || ४१४ ॥
धनधान्यक्षेत्रवस्तुरजतस्य चतुष्पदाम् । सुवर्णकुप्यद्विपदां प्रमाणं पञ्चमं व्रतम् ||४१५||
श्री मल्लिनाथ चरित्र
सचित्ताचित्तयोर्येन यावती विरतिः कृता ।
,
तावती तेन पाल्यैव, नोल्लङ्घ्या मूलमार्गवत् ॥ ४१६॥
परिग्रहमितिं चकुर्ये ज्ञातजिनशासनाः । ते स्युर्भोगपदं शश्वद्, भोगदत्तसुदत्तवत् ॥४१७॥
समस्ति भारतेऽमुत्र, पुरं रत्नाकराभिधम् । यद वेष्टितमिवाम्भोधिवलयैः परिखामिषात् ॥ ४१८ ||
“અતિભારથી ભરપૂર નાવ જેમ મહાસાગરમાં ડૂબી જાય છે. તેમ પરિગ્રહ પરિમાણથી ભ્રષ્ટ થયેલ અપરિમિત પરિગ્રહવાળો પુરુષ દુસ્તર સંસારમાં ડુબી જાય છે. (૪૧૪)
ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રજત, સુવર્ણ, દ્વિપદ, ચતુષ્પદ અને કુપ્પ વિગેરેનું પ્રમાણ કરવું તે પાંચમું અણુવ્રત છે. (૪૧૫)
સચિત્ત, અચિત્ત પદાર્થોની જેણે જેટલી વિરતિ કરી હોય તેણે તેટલી પાળવી જ જોઈએ. મૂળમાર્ગની જેમ તેનું ઉલ્લંઘન કરવું નહીં. (૪૧૬)
જિનશાસનના તત્ત્વને જાણનાર જે જીવો પરિગ્રહનું પરિમાણ કરે છે તેઓ ભોગદત્ત તથા સુદત્તની જેમ નિરંતર ભોગના પાત્ર થાય છે તે કથા આ પ્રમાણે છે :- (૪૧૭)
પરિગ્રહ પરિમાણ ઉપર ભોગદત્ત-સુદત્તની કથા.
આ ભરતક્ષેત્રમાં પરિખાના (ખાઈ) બાનાથી જાણે સમુદ્રોથી