________________
૬ રૂ૭
HH: : હૃહો ! નર ! અર્થ શશ્વëવસે માં વૃતી ? | तद् ब्रूहि चिन्तितं चित्ते पूरये ते समीहितम् ॥४२८॥ योगीन्द्र ! द्रविणार्थ्यस्मि, तदुपायं निवेदय । वित्तजातविहीनोऽपि, नरो गौरिव गण्यते ॥४२९॥ वत्साऽत्र कूपिका कान्ता, कोटीवेधरसाकुला । अस्यां प्रविश्य वेगेन, तमाकृष निमेषतः ॥४३०॥ यथा ते जायते स्वर्णसिद्धिश्चिन्तितपूरदा । अचिन्त्यो हि रसादीनां, महिमा कल्पवृक्षवत् ॥४३१॥
તે યોગીએ તેને પૂછ્યું કે, “અહો ! હે ભદ્ર ! તું આદરપૂર્વક હંમેશા મારી સેવા શા માટે કરે છે? તારા મનમાં જે ઇચ્છા હોય તે કહી દે. જેથી હું તારો મનોરથ પૂર્ણ કરું.” (૪૨૮)
એટલે તે બોલ્યો કે, “હે યોગીન્દ્ર ! હું દ્રવ્યનો અર્થી છું. તો તે મેળવવાનો ઉપાય બતાવો. કેમ કે ધનવિનાનો પુરુષ દુનિયામાં પશુ સમાન ગણાય છે. વસુ વિનાનો નર પશુ. એમ કહેવત છે.” (૪૨૯).
એટલે યોગી બોલ્યો કે, હે વત્સ ! સાંભળ અહીં કોટિવેધરસથી ભરપૂર એક કૂપિકા છે. તેમાં સત્વર પ્રવેશ કરી એક પલકારામાં તેનો રસ ભરી લે. (૪૩૦)
જેથી તારા વાંછિતોને પૂર્ણ કરનાર સુવર્ણસિદ્ધિ તને પ્રાપ્ત થાય. કારણ કે કલ્પવૃક્ષની જેમ રસાદિકનો મહિમા પણ અચિજ્ય કહેવાય છે.” (૪૩૧)
ભોગદત્તે તે વાત સ્વીકારી એટલે યોગી તેને રસકૂપિકા પાસે લઈ ગયો. પછી તુંબડી સાથે તેને એક નાની માંચી ઉપર બેસાડી